ઈન્વેસ્ટમેન્ટ એપમાં કેમ કોઈ રોકાણ નથી કરતું કહીં આઈટી એન્જીનીયર પર ત્રણ શખ્સનો હુમલો
અયોધ્યા ચોક પાસે આવેલ રનવે હાઈટસમાં ઓફિસ ધરાવતા આઈટી એન્જીનીયરને તે બનાવેલ ઈન્વેસ્ટમેન્ટ એપમાં કેમ કોઈ રોકાણ નથી કરતુ કહી ત્રણ શખ્સોએ ઢીકાપાટુનો ઢોર માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે એનસી ગુન્હો નોંધી તપાસ આદરી હતી.
બનાવ અંગે જીવરાજપાર્ક મેઈન રોડ પર અંબિકા ટાઉનશીપમાં રહેતા જયદીપભાઈ અજયભાઈ દોમડીયા (ઉ.30) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જીગર કંટેસરીયા, રહે.બેકબોન પાર્ક, બાલાજી હોલની બાજુમાં, ભરત વાઘરીયા રહે. કસ્તુરી પ્રાઈડ એપાર્ટમેન્ટ, પર્ણકુટીર સોસાયટી અને સંજયસિંહ ચાવડાનું નામ આપતા ગાંધીગ્રામ પોલીસે એનસી ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે તેઓ આઈટી વેબસાઈટ સોફટવેર બનાવવાનું કામ કરે છે તેમની પાસે જીગર કંટેસરીયા ઈન્વેસ્ટમેન્ટ રિસોર્સીંસ નામની એપ્લીકેશન બનાવવા માટે આવેલ હતા જેથી તેઓએ આરોપીના કહ્યા મુજબ એપ્લીકેશન બનાવી આપી હતી.
જે બાદ ગઈકાલે રાત્રીના સમયે જીગર કંટેસરીયાએ ફરિયાદીને ફોન કરી નાનામવા રોડ પર આવેલ નાઈન્થસ સ્કવેર બિલ્ડીંગમાં ભરત વાઘરીયાની ઓફિસે બોલાવેલ હતો જયાં તેઓ પહોંચતા ત્રણેય શખ્સોએ તે બનાવી આપેલ ઈન્વેસ્ટમેન્ટ રિસોર્સીસ નામની એપ્લીકેશનમાં કોઈ ગ્રાહકોએ નાણાનું રોકાણ કરેલ નથી તેમ કહી ઢીકાપાટુનો ઢોર માર માર્યો હતો. બનાવ અંગેની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુન્હો નોંધી હેડ કોન્સ્ટેબલ મયુરસિંહ જાડેજાએ તપાસ આદરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.