રાજકોટની જીવાદોરી સમાન આજી-૧ ડેમ ઓવરફ્લો થતા નીરના વધામણા કરતા મેયર સહિતના પદાધિકારીઓ. - At This Time

રાજકોટની જીવાદોરી સમાન આજી-૧ ડેમ ઓવરફ્લો થતા નીરના વધામણા કરતા મેયર સહિતના પદાધિકારીઓ.


રાજકોટ શહેર તા.૧૪/૯/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા અને શહેરીજનોના દિલમાં જોડાયેલા અને જીવાદોરી સમાન આજી-૧ ડેમ આજરોજ ઓવરફ્લો થયેલ છે. જેના અનુસંધાને આજ તા.૧૪/૯/૨૦૨૨ના રોજ નવા નીરના વધામણા કરતા રાજ્યના વાહન વ્યવહાર મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી, મેયર ડૉ.પ્રદિપ ડવ, સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, ડે.કમિશનર આશિષકુમાર, સી.કે.નંદાણી, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, વોટર વર્કસ સમિતી ચેરમેન દેવાંગભાઈ માંકડ, એડી.સિટી એન્જીનીયર દેથરીયા તથા વોટર વર્કસના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહેલ. આજી-૧ ડેમ ૧૯૫૪માં બંધાયેલ અને ૨૯ ફૂટ ઊંડાઈ ધરાવે છે. અત્યાર સુધીમાં ૧૮ વખત ઓવરફ્લો થયેલ છે. છેલ્લા ૪ વર્ષ એટલે કે ૨૦૧૯ થી ૨૦૨૨ દરમ્યાન ઓવરફ્લો થયેલ છે. આ ડેમમાં ૯૧૮ MCFT પાણીનો સમાવેશ થાય છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.