અમદાવાદ શહેર પોલીસ કર્મચારી એ ઘરની સાથે સાથે દેશ ની પણ જવાબદારી નિભાવી બહેન ના અંતિમ સંસ્કાર કર્યા બાદ ઇલેક્શન ડ્યુટી માં હજાર થયા પોલીસ જવાન - At This Time

અમદાવાદ શહેર પોલીસ કર્મચારી એ ઘરની સાથે સાથે દેશ ની પણ જવાબદારી નિભાવી બહેન ના અંતિમ સંસ્કાર કર્યા બાદ ઇલેક્શન ડ્યુટી માં હજાર થયા પોલીસ જવાન


તા:-૦૭/૦૫/૨૦૨૪
અમદાવાદ

અમદાવાદ શહેરમાં રોજ લોકસભા ચૂંટણી યોજાનાર હોઈ, તા:-૦૪/૦૫/૨૦૨૪ ના રોજ વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશન ખાતે LIB કર્મચારી તરીકે કામ કરતા પો.કો. મનીષભાઈ કાનજીભાઈ ડેડાણીયા ના બહેન ગાયત્રીબેન કાનજીભાઈ ડેડાણીયા ઉં:-૨૬ કે જેઓ બોર્નમેરો કેન્સર ની બીમારીથી પીડાતા હોય, તેઓ પોતાના વતન ૨૯/યોગીદર્શન રેસીડેન્સી, બોટાદ ખાતે માતા પિતા સાથે રહેતા હોય, તેઓની સારવાર ભાવનગર ચાલુ હોય, તેઓનું અવસાન તા:-૪/૦૫/૨૦૨૪ ના સવાર કલાક:૭:૩૦ વાગ્યે થતા.
મનીષભાઈ ડેડાણીયા ઉપર આભ તુટી પડ્યું હતું. પણ મનીષભાઈ દ્વારા પોતાની બહેનના અંતિમ સંસ્કાર માત્ર ચાર કલાક જેટલા સમયમાં પતાવી, ચૂંટણી કામગીરી માં હાજર થઈ ગયા હતા ઇલેક્શન ની ગંભીરતા ને ધ્યાને લઇ પોલીસ અધિકારીઓ દ્વારા તેઓને સામજિક ઉત્તરદાયિત્વ નિભાવવા પોતાના વતનમાં ઘરે હાજર રહેવા જણાવવા છતાં, પોતાની ફરજ ઉપર પરત હાજર થઈ ગયેલ હાલના સમયમાં ચૂંટણી ની કામગીરી થી ફરજ પર નહિ જવા માટે કારણ શોધતા હોય છે, ત્યારે પો.કો. મનીષભાઈ ડેડાણીયા ની પોતાના ફરજ પ્રત્યેની નિષ્ઠા, પ્રમાણિકતા તમામ પોલીસ સ્ટાફને ઉડીને આંખે વળગે એવી હોય,
અમદાવાદના વટવા GIDC પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી મનીષભાઈ ડેડાણીયા ને સો સો સલામ…..

રિપોર્ટર:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.