રાજુલા શહેરમા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો..... - At This Time

રાજુલા શહેરમા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો…..


રાજુલા શહેરની શાહગોરા વાડી ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામા આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પ ઇમામ હુસેન શહાદતની યાદમા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. અને મોટી સંખ્યામા લોકોએ રક્તરૂપી રક્તદાન કર્યુ હતુ. અને કુલ ૨૭૨ બ્લડની બોટલ એકત્રિત કરાઇ હતી. સમસ્ત મુસ્લિમ સમાજ રાજુલા દ્વારા સુંદર બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામા આવ્યું હતું. આ કેમ્પમા મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ અગ્રણીઓ સહીત યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ પત્રકારોનુ પુષ્પગુચ્છ આપી સન્માન કરાયુ હતું. અને મોટી સંખ્યામા બ્લડની બોટલ એકત્રિત થઇ હતી. આ કેમ્પમા મહુવાની નવકાર ચેરીટેબલ ટ્રસ્ટ બ્લડ બેન્ક તેમજ
સરટી હોસ્પિટલ ભાવનગર દ્વારા સહયોગ આપવામા આવ્યો હતો. સમગ્ર આયોજન સફળ બનાવવા માટે સમસ્ત મુસ્લિમ સમાજ રાજુલા દ્વારા ભારે જહેમત ઉઠાવી અને બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવ્યો હતો....

રીપોર્ટ:- આસીફ કાદરી રાજુલા
7575861286


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.