રાજુલા ગાયત્રી મંદિર ખાતે આત્મ નિર્ભરકૃષિ દક્ષ મહિલા કિસાન કૃષિ સખી ને પશુ સખી મહિલા તાલીમ નું આયોજન કરવામાં આવેલ - At This Time

રાજુલા ગાયત્રી મંદિર ખાતે આત્મ નિર્ભરકૃષિ દક્ષ મહિલા કિસાન કૃષિ સખી ને પશુ સખી મહિલા તાલીમ નું આયોજન કરવામાં આવેલ


એન.આર.એમ.એલ જિલ્લા વિકાસ સૌજન્ય એજન્સી દ્વારા યોજાએલ પશુ સખી કૃષિ સખી તાલિમ માં પ્રાકૃતિક ખેતી વધુ ખેડૂત અપનાવે તે માટે રાજુલા તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર ના 105 બહેનો ને પ્રાકૃતિક ખેતી અને તેના આધાર સ્તંભો વિશે માહિતગાર કારવામાં આવ્યા અને પ્રાકૃતિક ખેતી કરેલ પાકો ના વેચાણ વ્યવસ્થા અંગે જણાવેલ તેમજ પશુ પાલન ક્ષેત્રે પશુ માં આવતા રોગો ના નિયંત્રણ ઘાસ ચારો અને પશુ પાલન થી આવક નો સ્ત્રોત કેવી રીતે વધારી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવેલ આ અંગે વિભાગ ના અલગ અલગ નિષ્ણાત ડો પશુ ચિકિત્સક ડો વી વી ભૂત ઉડાન પ્રોજેક્ટ ના પ્રોગ્રામ કોડીનેટર જિજ્ઞાબેન તેમજ આત્મા પ્રોજેકટ એગ્રિકલ્ચર ઓફિસર શ્રી વલ્લભભાઈ નરસિંહભાઈ ફાર્માર પ્રોડ્યુચર ઓરગોનાઇઝર તજજ્ઞ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપેલ આ તકે મિશન મંગલમ ના તમામ કર્મચારી શ્રી માધવીબેન ટી.એલ.એમ હર્ષાબેન ખોજીજી એમ આઈ. એસ અને માલતીબેન તથા અંકિતાબેન સી.સી એ ખૂબ જ સુચારુ આયોજન કરી બહોળી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તાર બહેનો ને તાલીમ માં ભાગ લેવા પ્રોત્સાહિત કરી પ્રેરણા આપેલ આ સાથે અલ્પાહાર નું પણ આયોજન કરવામાં આવેલ તેમજ તાલીમાર્થી બહેનો ને આવવા જવા નો ખર્ચ પણ વિભાગ દ્વારા આપવામાં આવેલ આ તકે માન તાલુકા વિકાસ અધિકારી હિતેશભાઈ પરમારે અતિથિ વિશેષ માં હાજરી આપી તાલીમાર્થી અને તજજ્ઞો ને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડેલ

રીપોર્ટ આસિફ કાદરી રાજુલા
7575861286


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.