સમી પંથકમાં કમોસમી વરસાદ સાથે કરા પડયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hjzjd5mi4fcclsib/" left="-10"]

સમી પંથકમાં કમોસમી વરસાદ સાથે કરા પડયા


પાટણ જિલ્લાના સમી તાલુકાના વઢિયાર પંથકના કેટલાક ગામોમાં સમીસાંજે કમોસમી વરસાદ સાથે કરા પડયા હતા. કમોસમી વરસાદના કારણે જગતના તાત ઉપર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ છે. ચણા,જીરા સહીત ના પાકમાં વ્યાપક નુકશાન ની વકી. કમોસમી વરસાદના પરિણામે રવિપાક માં ખેડૂતોને ખૂબ મોટું નુકશાન થવા પામ્યું છે. સમી તાલુકા ના દુદખા,રાફૂ,નાયકા, શમશેરપુરા,અમરાપુરા જેવા ગામોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. સાથે કરા પણ પડ્યા હતા.ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. ખેડૂતો દ્વારા સરકારશ્રી પાસે ખેતીમાં થયેલ નુકશાન ના પગલે સહાય ની માંગ કરવામાં આવી છે

7600805049


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]