અમદાવાદ શહેરમાં મહિલાઓની છેડતી કરતા ત્રણ ને પકડી પાડતી શહેર ની મહિલા પોલીસ - At This Time

અમદાવાદ શહેરમાં મહિલાઓની છેડતી કરતા ત્રણ ને પકડી પાડતી શહેર ની મહિલા પોલીસ


તા:-૦૭/૦૩/૨૦૨૩
અમદાવાદ

હવે પોલીસ કરશે શહેર ની મહિલાઓ ની રક્ષા
Amts અને Brts કે રેલ્વે સ્ટેશન કે એસ ટી બસ સ્ટેશન કે એરપોર્ટ કોઈ પણ જગ્યાએ મહિલાઓ ની છેડતી કરતા પહેલા ચેતી જજો પોલીસ ની તીસરી આંખ ની બાજ નજર છે તમારી ઉપર

અમદાવાદ માં પોલીસ કરશે સિવિલ ડ્રેસ માં પેટ્રોલીંગ
મહિલા સશક્તિકરણ ના ભાગ રૂપે અમદાવાદ ની મહિલા પોલીસ દ્વારા સિવિલ ડ્રેસ માં પેટ્રોલીંગ હાથ ધર્યું જેમાં અમદાવાદ ના અલગ અલગ વિસ્તારમાં મહિલાઓ સામે ચેન-ચાળા કરતા ૩ શખ્સો ને મહિલા પોલીસ દ્વારા દબોચી લેવામાં આવ્યા હતા

અમદાવાદ શહેર પોલીસ ઝોન-૧ વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનની શી ટીમ ભેગી મળીને મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઊજવણી ના ભાગરૂપે રિવરફ્રન્ટ વોક્-વે માં ખાનગી કપડા માં રહી મહિલા સુરક્ષા માટે તથા મહીલા સાથે બનતા છેડતી ના બનાવો અટકાવવા સારું પેટ્રોલિંગ કરવામાં આવેલ જેમાં છોકરીઓ સામે બીભત્સ ચેન-ચેડા કરતા ત્રણ શકસો ને રંગેહાથ ઝડપ્યા.

રિપોર્ટ:-દિપકકુમાર જી ધામેલ
અમદાવાદ

9033343315


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.