મહિસાગર જિલ્લાના સર્વસાથી માધ્યમિક શાળા ખાતે વિવિધ પ્રવુતિઓ દ્રારા મતદાર જાગૃતી અભિયાન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hh7svbncji4echtu/" left="-10"]

મહિસાગર જિલ્લાના સર્વસાથી માધ્યમિક શાળા ખાતે વિવિધ પ્રવુતિઓ દ્રારા મતદાર જાગૃતી અભિયાન


મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવવા માટે મહિસાગર જિલ્લામાં સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ વધુને વધુ મતદાન માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

લોકશાહીને મજબુત બનાવવા દરેક મતદારો પોતાની ફરજ બજાવીને અચુક મતદાન કરે તે માટે જાગૃતી લાવવા શાળાના વિદ્યાર્થીઓ પણ પ્રયાસો કરી રહ્યા છે. સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત મહીસાગર જિલ્લાની સર્વસાથી માધ્યમિક શાળા ખાતે વિદ્યાર્થીઓ મતદાન જાગૃતિની થીમ આધારીત રંગોળી, ચિત્ર સ્પર્ધા અને મતદાનનું મહત્વ વિષય પર વક્તવ્ય જેવી વિવિધ પ્રવુતિઓ દ્રારા મતદાર જાગૃતી અંગે જાગૃતતા લાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]