ઇકો કારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રકમ, વાહન, મોબાઇલ ફોન તથા જુગારના સાહિત્ય સહિત મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hfssbezxyefub9h5/" left="-10"]

ઇકો કારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રકમ, વાહન, મોબાઇલ ફોન તથા જુગારના સાહિત્ય સહિત મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ


ઇકો કારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રકમ, વાહન, મોબાઇલ ફોન તથા જુગારના સાહિત્ય સહિત મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

અમરેલી તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં ઇકો કારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રકમ, વાહન, મોબાઇલ ફોન તથા જુગારના સાહિત્ય સહિત કુલ કિં.રૂ. ૨,૩૫,૪૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દૂર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ

અમરેલી જિલ્લામાં પ્રોહિબીશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું.

ગઇ કાલ તા.૨૭/૦૬/ર૦રર ના સાંજના સમયે પેટ્રોલીંગ દરમિયાન અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ને બાતમી રાહે હકીકત મળેલ કે, અમરેલીથી રંગપુર જતા રોડ રોડ ઉપર બાલાજી હનુમાન મંદિર પાસે રોડ ઉપર ઇકો કારમાં અમુક ઇસમો પૈસા પાના વડે હાર જીતનો જુગાર રમે છે, તેવી ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી. ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં જાહેરમાં ઇકો કારમાં જુગાર રમતાં કુલ પાંચ ઇસમોને રોકડ રકમ, ઇકો કાર, મોબાઇલ ફોન અને જુગારના સાહિત્ય સાથે ઝડપી લઇ પકડાયેલ તમામ ઇસમો સામે જગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન માં સોંપી આપેલ છે.

જુગાર રમતા પકડાયેલ ઇસમો -
(૧) મસુદ આમદભાઇ કચરા, ઉં.વ.૧૯, રહે અમરેલી, બહારપરા, તા.જિ.અમરેલી
(૨) આદીલ રહીમભાઇ પડાયા, ઉં.વ.૧૮, રહે અમરેલી, બહારપરા, તા.જિ.અમરેલી
(૩) કાદર અબ્દુલભાઇ સેલોત, ઉ.વ.૩૦, રહે.અમરેલી, ચોરાપા, તા.જિ.અમરેલી
(૪) અલ્હાજ ઓસમાણભાઇ ડેરૈયા, ઉ.વ.ર૦, રહે.અમરેલી, ઘાંચીવાડ, બહારપરા, તા.જિ.અમરેલી
(૫) સર્ફરાજ હનીફભાઇ નગરીયા, ઉ.વ ૧૮, રહે,અમરેલી, ગઢની રાંગ, તા.જી.અમરેલી
પકડાયેલ મુદ્દામાલ

રોકડા રૂ.૬૦,૪૦૦-- તથા ઇક્કો કાર રજી,ન,જી.જે.૧૪.એ.પી.૮૬૩૧ કિં.રૂ.૧.૫૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૫ કિં.રૂ.૨૫,૦૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ પર, હિં૩.૦૦/- મળી કુલ કિં.રૂ.૨,૩૫,૪૦૦/- નો મુદ્દામાલ,

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]