જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદનું અનેરું ચકલી બચાવો અભિયાન સંસ્થા દ્વારા રાહત દરે ચકલીના માળા અને માટીના કૂંડાનું વિતરણ કરાયું - At This Time

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદનું અનેરું ચકલી બચાવો અભિયાન સંસ્થા દ્વારા રાહત દરે ચકલીના માળા અને માટીના કૂંડાનું વિતરણ કરાયું


જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદનું અનેરું ચકલી બચાવો અભિયાન સંસ્થા દ્વારા રાહત દરે ચકલીના માળા અને માટીના કૂંડાનું વિતરણ કરાયું

આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સલગ્ન જીલ્લાની અગ્રણી સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા તા.૭/૪/૨૪ રવિવારના રોજ હવેલી ચોક પાળીયાદ રોડ બોટાદ ખાતે સવાર ના ૯:૦૦ થી ૧૨:૦૦કલાકે રાહત દરે ચકલીના માળા,માટી ના કૂંડા અને મીની ચબૂતરાનું વિતરણ કરાયુ.જેનો લાભ લેવા શહેરીજનો નો અભૂતપૂર્વ ઘસારો જોવા મળેલ.પૃથ્વી પર હરિયાળા જંગલને બદલે સિમેન્ટ કોક્રેટના જંગલ વધી રહ્યા છે જેથી ચકલીઓ લુપ્ત થતી જાય છે ઘર આંગણે ચકલીની ચી ચી ની ચિચિયારીઓ-કલરવ પાછી લાવવા અને ચકલીને ઈશ્વરે વૃક્ષ પર માળો બાંધવાનું શીખડાવેલ નથી ત્યારે આ અભિયાન દ્વારા જાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી જાયન્ટ્સ સંસ્થા દ્વારા ૧૦ હજાર ચકલીના માળા,પાણી માટે માટીના કૂંડા તથા પક્ષી માટે ચણની ડીશનું રાહત દરે તબક્કા વાર વિતરણ થઈ રહ્યું છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.