રાજકોટ ડિવિઝનથી ચાલતી ગાંધીગ્રામ-ઓખા વચ્ચે દોડશે ખાસ ટ્રેન, ટિકિટોનું બુકિંગ આવતીકાલથી શરૂ - At This Time

રાજકોટ ડિવિઝનથી ચાલતી ગાંધીગ્રામ-ઓખા વચ્ચે દોડશે ખાસ ટ્રેન, ટિકિટોનું બુકિંગ આવતીકાલથી શરૂ


પશ્ચિમ રેલ્વેના અમદાવાદ સ્ટેશનનું નવીનીકરણ ચાલી રહ્યું છે, જેને વર્લ્ડ ક્લાસ સ્ટેશન તરીકે પુનર્વિકસિત કરવામાં આવનાર છે. જેના કારણે અમદાવાદ-ઓખા- અમદાવાદ સ્પેશિયલ ટ્રેન (09435/09436)નું ટર્મિનલ અમદાવાદ સ્ટેશનને બદલે ગાંધીગ્રામ સ્ટેશન ખસેડવામાં આવ્યું છે. તે મુજબ ટ્રેનના રૂટ, સ્ટોપેજ અને સમયમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. હવે આ સ્પેશિયલ ટ્રેન બદલાયેલા રૂટ ગાંધીગ્રામ-બોટાદ-સુરેન્દ્રનગર જંકશન- રાજકોટ-દ્વારકા-ઓખા થઈને દોડશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.