રાજકોટ યાર્ડમાં ઘઉં-ચણાની આવક શરૂ કરાતા 1500 કરતા વધુ વાહનોની લાઈનો લાગી, સિઝનની સૌથી મોટી આવક નોંધાઈ - At This Time

રાજકોટ યાર્ડમાં ઘઉં-ચણાની આવક શરૂ કરાતા 1500 કરતા વધુ વાહનોની લાઈનો લાગી, સિઝનની સૌથી મોટી આવક નોંધાઈ


રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે છેલ્લા કેટલાક સમયથી શિયાળુ પાકની સિઝન બરાબર જામી છે. અગાઉ ઘઉં અને ચણાની આવકો બંધ કરવામાં આવી હતી. જોકે, આજે બે દિવસ બાદ યાર્ડનાં સત્તાધીશો દ્વારા આવકની છૂટ આપવામાં આવી હતી. જેને પગલે યાર્ડ બહાર કુલ 1500 કરતા વધુ વાહનોની લાંબી લાઈનો લાગી હતી અને ઘઉં તેમજ ચણામાં સિઝનની સૌથી મોટી આવક નોંધાઈ હતી. જોકે, યાર્ડ ચેરમેનની દેખરેખમાં ખેડૂતોને તેમજ વેપારીઓને કોઈ મુશ્કેલી ન પડે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.