શહીદ દિવસ નિમિત્તે, કૃષિ મહાવિદ્યાલય અને પોલીટેકનિક ઇન એગ્રીકલ્ચર, ભરૂચ દ્વારા બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓ - ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની સ્મૃતિમાં સંયુક્ત કેન્ડલ માર્ચ અને મૌન સભાનું આયોજન કરવામાં આવ્યું - At This Time

શહીદ દિવસ નિમિત્તે, કૃષિ મહાવિદ્યાલય અને પોલીટેકનિક ઇન એગ્રીકલ્ચર, ભરૂચ દ્વારા બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓ – ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની સ્મૃતિમાં સંયુક્ત કેન્ડલ માર્ચ અને મૌન સભાનું આયોજન કરવામાં આવ્યું


શહીદ દિવસ નિમિત્તે, કૃષિ મહાવિદ્યાલય અને પોલીટેકનિક ઇન એગ્રીકલ્ચર, ભરૂચ દ્વારા બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓ - ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની સ્મૃતિમાં સંયુક્ત કેન્ડલ માર્ચ અને મૌન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આચાર્યશ્રી ડૉ. ડી ડી પટેલ ઉપસ્થિત સર્વે પ્રાધ્યાપકશ્રીઓ તેમજ વિદ્યાર્થીઓ એ ભારત માતાના આ બહાદુર બાળકોને ફૂલો અને મીણબત્તી સાથે અંજલિ આપી હતી. આદરણીય આચાર્યશ્રીએ ઉત્સાહપૂર્ણ અને દેશભક્તિની કવિતા અને વક્તવ્ય રજૂ કર્યું ત્યારબાદ વિદ્યાર્થી શશાંક પટેલ દ્વારા તેમના જીવનનું વર્ણન કરતા પ્રેરક શબ્દો સાથે વક્તવ્ય આપ્યું હતું. જે બાદ ૨ મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
જેમ જેમ કાર્યક્રમ સમાપ્ત થયો, તમામ ફેકલ્ટી સભ્યો સાથે વિદ્યાર્થીઓએ વંદે માતરમ… ભારત માતા કી જય… અને ઈન્ક્લાબ જિંદાબાદ…ના નારા લગાવ્યા અને જયઘોષ કર્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું. જનરલ સેક્રેટરી ઋત્વિક જોશી તેમજ વિદ્યાર્થી શિવમ ભટ્ટ દ્વારા સંકલન કરી કાર્યક્રમને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.