સરકારે જાહેર કરેલ પી.જી.પોર્ટલમાં કરવામાં આવેલ રજુઆતનો ઉલાલિયો કરતાઅધિકારીઓ:ટિમ ગબ્બર લાલઘૂમ - At This Time

સરકારે જાહેર કરેલ પી.જી.પોર્ટલમાં કરવામાં આવેલ રજુઆતનો ઉલાલિયો કરતાઅધિકારીઓ:ટિમ ગબ્બર લાલઘૂમ


સરકારે જાહેર કરેલ પી.જી.પોર્ટલમાં કરવામાં આવેલ રજુઆતનો ઉલાલિયો કરતાઅધિકારીઓ:ટિમ ગબ્બર લાલઘૂમવિસાવદરતા. ગુજરાતની લડાયક સંસ્થા ટિમ ગબ્બર દ્વારા ગુજરાતના વિવિધ પ્રશ્નો અંગે જુદા જુદા શહેરના પ્રશ્ને સરકારમાં પી.જી.પોર્ટલ દ્વારા રજુઆત કરતી હોય જેમાં ગઈ તા.૪/૨/૨૩ના રોજ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આવેલ આંબલીયાળા ગામમાં સ્ટ્રીટ લાઈટ ઉપલબ્ધ કરાવવા બાબતે રજુઆત કરેલી હતી જે રજુઆત કર્યાના બે દિવસમાં તાલુકા વિકાસ અધિકારી, ખાંભા દ્વારા ફરિયાદનો નિકાલ કરવામાં આવતા સરકારે કરેલ જાહેરાતનો કે બનાવેલ પી.જી.પોર્ટલમાં કરવામાં આવેલ રજૂઆતનો ફિયાસ્કો થયેલ છે આ બાબતે ટિમ ગબ્બરના સુરતના એડવોકેટ કે.એચ.ગજેરા તથા વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશી તથા સંજયભાઈ બી.જાદવ દ્વારા ફરીથી મુખ્યમંત્રી સહિતનાને લેખિત રજુઆત કરી જણાવેલ છે કે, અમરેલી જિલ્લામાં આવેલ ખાંભા તાલુકાના આંબલીયાળા ગામની વસ્તી આશરે ૨૦૦૦ થી વધુ લોકો રહે છે અને ગામમાં રહેતા લોકોને રાત્રીના અંધકારમાં જંગલ વિસ્તારમાં આવેલા હોવાથી અવરનવર સિંહ,દિપડા જેવા જંગલી પ્રાણીઓનો ત્રાસ રહે છે અને આ ગામના લોકોને રાત્રિ દરમિયાન પોતાના ખેતરમાં કામ કરવા માટે જવું પડે છે અને ગામમાં હાલમાં સ્ટ્રીટ લાઈટ ઉપલબ્ધ ન હોય જેથી ડરના માર્યા પોતાની ખેતી માટે ખેતરે કામ કરવા જવું તે હિંસક પ્રાણી ના ડરથી ફફડી ઉઠયા છે અને આના કારણે ખેતરે જવા માટે ડરે છે જેથી તાત્કાલિક અસરથી આ ગામમાં સ્ટ્રીટ લાઈટ ઉપલબ્ધ કરાવવા માટે જરૂર છે જેથી સ્થાનિક લોકો પોતાના ખેતરે સારી રીતે જઈ શકે તે હેતુથી ટીમ ગબ્બર ગુજરાતે રજુઆત કરેલી હતી તે રજુઆત તા.૪/૩/૨૩ના રોજ કરેલી હતી જે રજૂઆતનો તા ૬/૩ /૨૩ ના રોજ કોઈપણ કાર્યવાહી ન કરી સીધો ફરિયાદનો નિકાલ થઈ ગયેલ બતાવી ઈમેલથી જવાબ અરજદારોને મોકલી આપેલ છે. ફરિયાદ મુજબ કોઈ પણ પ્રકારની કામગીરી કર્યા વગર માત્ર ૨ જ દિવસમાં કાગળ ઉપર ફરિયાદનો કોઈ પણ તપાસ કે કાર્યવાહી કર્યા વગર નિકાલ કરી દેવામાં આવતા અમારા સભ્યો મારફતે તાલુકા વિકાસ અધિકારીને તથા તલાટી મંત્રીને પૂછતાં તલાટીને આ બાબતે કોઈ જાણ નથી તેવો જવાબ આપેલ છે જ્યારે ટી.ડી.ઓ.નો ટેલિફોનિક સંપર્ક કરતા તપાસ કરાવી જવાબ આપીશ તેવો એક અરજદારને જવાબ આપેલ છે જ્યારે બીજા અરજદારને સ્ટ્રીટલાઈટ નખાઈ ગયાનું જણાવેલ પરંતુ વાસ્તવિક રીતે ક્યાંય સ્ટ્રીટલાઈટ નાખવામાં આવેલ નથી આમ જાણી જોઈને સરકારી કર્મચારીઓ દ્વારા ખોટા બનાવટી અને કોઈ કાર્યવાહી વગર ખોટા જવાબો માત્ર ઔપચારિક રીતે નિકાલ બતાવનાર તથા સરકાર દ્વારા ચાલતી પી.જી.પોર્ટલમાં ખોટા જવાબ આપવા બદલ કાર્યવાહી કરી અમારી ફરિયાદનો નિકાલ કરવા અને ગામલોકોની સુવિધાઓમાં વધારો કરવા અમારી માંગ સાથેની રજુવાત છે જે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.