સંસદના બન્ને ગૃહમાં ૧૪૨ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવતા ભાવનગર જીલ્લા કોંગ્રેસ દ્વારા સિહોર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hakbzhq7clktyfpy/" left="-10"]

સંસદના બન્ને ગૃહમાં ૧૪૨ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવતા ભાવનગર જીલ્લા કોંગ્રેસ દ્વારા સિહોર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું


લોકશાહી પરના અભૂતપૂર્વ હુમલામાં કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા સંસદના બન્ને ગૃહમાં ૧૪૨ સાંસદોને સસ્પેન્ડ કરીને ભારતમાં લોકશાહી ખતમ કરવાનો પ્રયાસ કરેલ જેના અનુસંધાનમાં આજરોજ ભાવનગરના સિહોર ખાતે આ ઘટનાનો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં પ્રથમ ગઈકાલે કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સૈનિકોને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલી આપી હતી ત્યારબાદ સરકાર વિરોધી સુત્રોચ્ચાર સાથે સિહોરના વડલાચોક ખાતે રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કરેલ જેમાં સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સી.કે પટેલ, ભાવનગર જીલ્લા કોંગ્રેસ મહામંત્રી દિલીપસિંહ પરમાર, ભાવનગર જીલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ ભાવનાબેન વાઘેલા,શીતલબેન મકવાણા,પાલીતાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રેમજીભાઈ ભીલ,પાલીતાણા તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેરામભાઈ રાઠોડ,ધીરુભાઈ ચૌહાણ,કિરણભાઈ ઘેલડા,ગોકુલભાઈ આલ, જીલ્લા પંચાયત સદસ્ય બળદેવ સોલંકી,જયરાજસિંહ મોરી,યુવરાજ રાવ,કેશુભાઈ ભગત,અશોકભાઈ મામસી , અશોકસિહ ગોહિલ કરીમભાઈ સરવૈયા,રાજુભાઈ ગોહિલ,છોટુભા રાણા, દિનેશભાઇ પટેલ,ધવલ પલાનીયા, માનસંગ ડોડીયા,ચેતનભાઈ ત્રિવેદી,આરિફભાઈ ખોખર, નૌશાદભાઈ કુરેશી,નટુભાઈ ત્રિવેદી,પાર્થ ત્રિવેદી,ડી પી.રાઠોડ,અશોક બુધ્ધભટ્ટી,કિરીટભાઈ મોરી વગેરે આગેવાનો જોડાયા હતા... રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]