લાયન્સ ક્લબ ઓફ સિહોર દ્વારા સિહોર માં ટી.બી.ના દર્દીઓને પોષણક્ષમ કીટ નું વિતરણ - At This Time

લાયન્સ ક્લબ ઓફ સિહોર દ્વારા સિહોર માં ટી.બી.ના દર્દીઓને પોષણક્ષમ કીટ નું વિતરણ


આપ સૌ સુવિદિત છો કે ભારત સરકાર દ્વારા ભારત માંથી ૨૦૨૫ ના વર્ષ સુધી માં ટી.બી.રોગ નું નિર્મૂલન કરવા માટે આવાહન કરેલ છે.આ વૈશ્વિક સમસ્યા ને નિર્મૂલન કરવા માટે ભારત અને ગુજરાત સરકાર અથાગ પ્રયત્નો કરી રહી છે.ટી.બી.ના દર્દીઓને પોષણક્ષમ આહાર ની જરૂરીયાત વધુ રહે છે જેથી દર્દી ઓને વધુ સારી સુવિધા મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા (કોમ્યુનિટી સપોર્ટ ટુ પેશન્ટ)ની પહેલ શરૂ કરવામાં આવી જે મુજબ નિક્ષય મિત્ર તરીકે લાયન્સ ક્લબ ઓફ સિહોર જોડાયેલ છે..
જેમાં આજ રોજ સિનિયર લાયન મેમ્બર્સ પી.એમ જે.એફ.લાયન જયેશભાઈ ધોળકિયા તથા એમ.જે.એફ લાયન ડૉ.શ્રીકાંત ભાઈ દેસાઈ,લાયન ચેતન ભાઈ પટેલ ત્થા નિશાંતભાઇ ધોળકીયા અને પ્રમુખ ડૉ.પ્રશાંત.બી.આસ્તિક ની હાજરી માં તથા તાલુકા હેલ્થ ઓફિસ માં થી ડૉ.કલ્પેશ ભૂત (અર્બન મેડિકલ ઓફિસર)મયુર ભાઈ ગોહિલ (તા.હે.સુ),દીપકભાઈ નાથાણી (સે.ઇન્સ્પેકટર), જયદીપભાઈ ગૌસ્વામી ,(તાલુકા હેલ્થ કચેરી ટી.બી.યુનિટ સુપરવાઇઝર),બ્રીજેશભાઈ પટેલ,(ટી.બી.યુનિટ સુપરવાઈઝર ),હિતેશ ભાઈ પરમાર (ટી.બી.એચ.વી.)ની હાજરી માં ૩૨ કિટો નું વિતરણ કરવામાં આવ્યું..
લાયન ચેતન ભાઈ પટેલ નો જન્મ દિવસ હોઈ ટી.બી.ના જરુરીયાત મંદ દર્દીઓ ને પાંચ પોષણક્ષમ
કીટ સ્પોન્સર કરી છ મહીના સુધી વિતરણ કરી ને સેલિબ્રેશન કરવામાં આવશે રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.