અનુ.જાતિ સમાજનું ગૌરવ સ્નેહા બગડાએ ધો.10ની પરીક્ષામાં 99.36 PR સાથે પાસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gx3uclguve3wd0z8/" left="-10"]

અનુ.જાતિ સમાજનું ગૌરવ સ્નેહા બગડાએ ધો.10ની પરીક્ષામાં 99.36 PR સાથે પાસ


રિપોર્ટ વિજયભાઈ બગડા જામજોધપુર

તાજેતરમાં જ ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બહુજન નાયકોના વિચારોને ઘર-ઘર સુધી પહોંચાડવા નાની ઉંમરે પ્રતિભાશાળી અને સમગ્ર અનુ.જાતિ સમાજનું ગૌરવ સ્નેહા બગડાએ ધોરણ.10ની પરીક્ષામાં 99.36 PR અને 93% મેળવીને ગૌરવ વધાર્યું છે.

નાની ઉંમરમાં જ જામનગરની સ્નેહા બગડા ડો.બાબા સાહેબ આંબેડકરના જીવન અને વિચારોને આપણે પ્રત્યક્ષે રીતે નીહાળી શકીએ તેવી સ્પીચ આપી સમગ્ર ગુજરાતમાં પોતાની નામના બનાવી છે. હાલમાં ઘણા સમયથી સ્નેહા બગડાને પરીક્ષાના કારણે બહુજન મુવમેન્ટથી દુર રહ્યા હતા. અને અંતે તમામ અનુ.જાતિ સમાજને ગર્વની લાગણી અનુભવાય તેવા રિઝલ્ટ સાથે ઉર્તીણ થય પરિવાર અને સમગ્ર અનુ.જાતિ સમાજનું ગૌરવ વધાર્યું છે.

આ તકે બૌધિસ્તવ ફાઉન્ડેશન જામનગરના જીતુભાઈ બૌદ્ધે જણાવ્યું હતું કે, બહુજન નાયકોના વિચારો અને બાળકોને મિશન પ્રત્યે અને પ્રોત્સાહિત કરવા જોઈએ જે ગુજરાત લેવલે એવો પ્રથમ પ્રયાસ કલ્પેશભાઇ બગડા દ્વારા તેમની પુત્રી સ્નેહા બગડા દ્વારા કરવામાં આવ્યો હતો. જે પ્રત્યન થકી આજે ઘરે-ઘરે લોકો પોતાના બાળકોને મિશનના પાઠ ભણાવતા થયાની સાથે જાહેર મંચ પર ફુલે આંબેડકરી વિચારધારાને વાચા આપતા થયા છે. અને આજે ઘણા સમયથી દુર રહ્યા બાદ જે પરિવાર અને સમાજને જે સ્નેહા બગડા પાસે અપેક્ષા હતી. તે અપેક્ષા પર ખરી ઉતરી માત્ર મિશન અને શિક્ષણની વાતો સારી કરવાની સાથે સ્નેહાએ શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ પણ લીધી તે બદલ શુભેચ્છા પાઠવી ગર્વની લાગણી અનુભવું છું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]