કુંદણી ગામે ઈસમે જાહેરમાં આવું કરતા જસદણ પોલીસે ઇસમની કરી ધરપકડ - At This Time

કુંદણી ગામે ઈસમે જાહેરમાં આવું કરતા જસદણ પોલીસે ઇસમની કરી ધરપકડ


કુંદણી ગામે ઈસમે જાહેરમાં આવું કરતા જસદણ પોલીસે ઇસમની કરી ધરપકડ

જસદણ નાની લાખાવડ ગામે જવાના રોડ પર ખારી વિસ્તારમા રોડ પુલ પાસે રોડ ઉપર જસદણ પોલીસ પહોંચતા, ત્યા સામેથી નાની લાખાવડ ગામ તરફથી એક ઇસમ એક કાળા કલરનુ એક્ટીવા મો.સા ડે સ્ટીની એક્સટેક ચલાવી આવતો અને જેની આગળ ના ખાચામા એક બાચકુ હોય જેથી એક્ટીવા મો.સા ઉભુ રખાવીને બાચકામા અંદર ચેક કરતા થેલીમા દેશી દારૂ જેવુ પ્રવાહી ભરેલ બુગીયાઓ હતા જેથી બુગીયાઓના મોઢા ખોલી ચેક કરતા, અંદર કેફી પ્રવાહી દેશી દારૂ જેવી ખાટી અને તિવ્ર વાસ આવતી હતી, જેથી આ દેશી દારૂ કૈફી પ્રવાહી પોતાના કબ્જામાં રાખવા બાબતે પાસપરમીટ કે આધાર હોય તો રજુ કરવાનુ કે હતા, ના હોવાનુ જણાવેલ રૂબરૂ એક્ટીવા મો.સા ચાકલ ઇસમનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ મહેશભાઇ ઉર્ફે મહાવીરભાઇ બાવકુભાઇ ખાચર જાતે કાઠી દરબાર ઉવ.૩૦ ધંધો અભ્યાસ રહે કુંદણી તા જસદણ જી રાજકોટ વાળો હોવાનુ જણાવેલ ઈસમ પાસે મળી આવેલ બુગીયા જોતા ૫ લીટરની ક્ષમતા વાળા નંગ-૭ જોવામા આવતા હિરો કંપનીનુ કાળા કલરનું ડેસ્ટીની એક્સટેક એક્ટીવા મો.સા જેના રજી.નં-GJ-03-MP-5200 જેની કિરુ. ૪૦,૦૦૦/- ગણી તપાસ અર્થે જસદણ પોલીસે કબ્જે કરેલ. ઇસમે પોતાના હવાલા વાળા ડેસ્ટીની એક્સટેક એક્ટીવા મો.સામા કોઇ પાસ પરમીટ કે આધાર વગર બાચકામા દેશી દારૂ ભરેલ ૫ લીટરની ક્ષમતા વાળા બુગીયા નંગ-૭ દેશી દારૂ લીટર-૩૫ કિ,રૂ -૭૦૦/- તથા મો,સાની કિ,૩-૪૦,૦૦૦/- વાળા મો.સામા વેચાણઅર્થે રાખી, હેરાફેરી કરી કુલ કિ.રુ. ૪૦,૭૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા મજકુર ઇસમે પ્રોહી કલમ- ૬૫ ઇ, ૯૮(૨), મુજબનો ગુન્હો કરતા જસદણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ.
એટ ઘીસ ટાઇમ ન્યુઝ જસદણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.