વેરા વધારાના વિરોધમાં બરવાળા નાગરિક સમિતિ ધરણા ન આજે ચોથા દિવસે સતત બીજા દિવસે બરવાળા શહેરના તમામ વેપારીઓએ વેપાર ધંધા બંધ પાળી બીજા દિવસે પણ સ્વયંભૂ સજ્જડ બંધ માં જોડાયા અને નાગરિક સમિતિના ધરણાં ને આપ્યું સમર્થન, અચોક્કસ મુદત માટે બંધ પાળવાની ઉચ્ચારી ચીમકી તો વહીવટી તંત્ર સાથે કોઈ પણ વાટાઘાટ ન થઈ હોવાથી વેરા વધારો પરત ન ખેંચાય ત્યાં સુધી બંધ પાળવાની વેપારીઓએ કરી વાત. - At This Time

વેરા વધારાના વિરોધમાં બરવાળા નાગરિક સમિતિ ધરણા ન આજે ચોથા દિવસે સતત બીજા દિવસે બરવાળા શહેરના તમામ વેપારીઓએ વેપાર ધંધા બંધ પાળી બીજા દિવસે પણ સ્વયંભૂ સજ્જડ બંધ માં જોડાયા અને નાગરિક સમિતિના ધરણાં ને આપ્યું સમર્થન, અચોક્કસ મુદત માટે બંધ પાળવાની ઉચ્ચારી ચીમકી તો વહીવટી તંત્ર સાથે કોઈ પણ વાટાઘાટ ન થઈ હોવાથી વેરા વધારો પરત ન ખેંચાય ત્યાં સુધી બંધ પાળવાની વેપારીઓએ કરી વાત.


બોટાદ જિલ્લાના બરવાળા ખાતે નગરપાલિકા દ્વારા 7 મહિના પહેલાં પાણી અને ગટર વેરામાં 100% નો વધારો ઝીંકવામાં આવ્યો હતો જેને લઈ 4 મહિના પહેલા બરવાળા નાગરિક સમિતિ દ્વારા ધરણાં સાથે બરવાળા શહેર સજ્જડ બંધ પાળવામાં આવ્યું હતું ત્યારબાદ વહીવટી તંત્ર દ્વારા વેરા વધારો પરત ખેંચવા બાબતે ઠરાવ થઈ ચૂક્યો હોવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ સમજાવટથી વિરોધ સ્થગિત કરાયો હતો જેને હાલ 4 મહિના જેટલો સમય વિતવા છત્તાં કોઈ નિર્ણય ન આવતા રાજ્ય સરકાર સુધી મોકલી આપેલ ઠરાવ વહેલી તકે મંજૂર થાય અને વેરા વધારો પરત ખેંચવા જુના વેરા મુજબ લાગુ કરવામાં આવે તેવી માંગ સાથે બરવાળા નાગરિક સમિતિ દ્વારા નગરપાલિકા પરિસરમાં છેલ્લા ચાર દિવસથી ધરણા યોજવામાં આવી રહ્યા છે જેને લઈ નાગરિક સમિતિ દ્વારા બરવાળા ના વેપારીઓને સમર્થન માં જોડાવા અપીલ કરેલ હતી જેના સંદર્ભમાં ગતરોજ પણ સંપૂર્ણ દિવસ તમામ નાના મોટા વેપારીઓએ વેપાર ધંધા બંધ પાળી સ્વયંભૂ સજ્જડ બંધ માં જોડાયા હતા તો આજે બીજા દિવસે પણ તારીખ 5 માર્ચના રોજ વહેલી સવારથી જ બરવાળા શહેરના તમામ નાના મોટા વેપારીઓએ પોતપોતાના વેપાર ધંધા બંધ પાળી સ્વયંભૂ સજ્જડ બંધ પાળ્યું હતું અને અચોક્કસ મુદત માટે બંધ પાળવાની વાત જણાવતા નાગરિક સમિતિને સમર્થન જાહેર કરી વેરા વધારા ઠરાવ પસાર કરી વેરા વધારો પરત ખેંચવાની માંગ કરી હતી, વહીવટી વિભાગ સાથે કોઈપણ ચર્ચા કે યોગ્ય નિરાકરણ ન આવ્યો હોવાથી સતત બીજા દિવસે પણ બંધ પાળી અને ધરણા ના ચોથા દિવસે પણ વિરોધ યથાવત જોવા મળ્યો હતો તો શહેરના મુખ્ય છત્રી ચોક ખાતે બ્લેક બોર્ડ લગાવી આજે પણ બંધ યથાવત રાખવા તેમજ ગઈકાલે જે વેપારીઓએ અભૂતપૂર્વ બંધ પાળી સમર્થન આપ્યું તે બદલ બરવાળા ના વેપારીઓ અને નાગરિકો દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.