પાવીજેતપુરના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાનો સન્માન સમારંભ અને કવાંટ ખાતે કાર્યાલયનું ઉદ્દઘાટન યોજાયું - At This Time

પાવીજેતપુરના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાનો સન્માન સમારંભ અને કવાંટ ખાતે કાર્યાલયનું ઉદ્દઘાટન યોજાયું


રિપોર્ટ :- નિમેષ‌ સોની, ડભોઈ

હાલમાં જ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે અને 138 વિધાનસભા મતક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના જયંતીભાઈ રાઠવાએ આ બેઠક ઉપરથી જંગી મતોથી જીત હાંસલ કરી છે અને તેઓ બીજીવાર આ બેઠક ઉપરથી વિજયી બન્યા છે. હવે આ મતવિસ્તારનો ઝડપથી વિકાસ થાય તે માટે તેઓ સક્રિય બન્યા છે.
આજરોજ કવાંટ તાલુકા પંચાયતના કર્મચારી મંડળ દ્વારા ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં તાલુકા પંચાયતના કર્મચારીઓ તેમજ કારોબારી અધ્યક્ષ પીન્ટુભાઇ રાઠવા, તેમજ ભાજપનાં આગેવાન વિજયભાઈ રાઠવા સહિત આસપાસના ગામોના સરપંચો મોટી સંખ્યામાં હાજર રહયાં હતાં અને હાજર સૌએ તેઓને સન્માનિત કર્યા હતા. તેમજ આ વિસ્તારના કામો અવિરત રહેશે તેવો દ્રઢ વિશ્વાસ પણ જયંતીભાઈએ ઉપસ્થિત સૌને આપ્યો હતો.
આ ઉપરાંત આ વિસ્તારનાં પ્રજાહિતના કાર્યોને વેગવંત બનાવવા તેમજ પોતાના મતવિસ્તારના લોકોના આર્થિક, શૈક્ષણિક, સામૂહિક અને સર્વિંગ વિકાસના પ્રશ્નો જેવી સમસ્યાઓનો ત્વરિત ઉકેલ આવે અને યોગ્ય તે સમાધાન ઝડપથી થાય તેવા ઉમદા હેતુથી કવાંટ મુકામે નસવાડી જવાના માર્ગ ઉપર તેઓનું કાર્યાલય પણ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જેમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો, સરપંચો, વડીલો, તેમજ ઉત્સાહિત ભાઈઓ અને કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી વચ્ચે આ કાર્યાલય લઈને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ કાર્યાલયનો મુખ્ય ઉપદેશ પોતાના મતવિસ્તારના પ્રજાહિત કામોને ત્વરિત ન્યાય મળે તે માટે આ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. ધારાસભ્ય જયંતીભાઈએ પણ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વિસ્તારનાં સૌ કોઈ પોતાની સમસ્યા આ કાર્યાલયમાં રજૂ કરશે તો તેઓ પોતે અંગત રસ લઈ પ્રજાજનોની સમસ્યાને ઝડપથી ઉકેલવા પ્રયત્ન કરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.