સ્વરછતા હી સેવા અભિયાન અંતર્ગત સુઈગામ સેવાસદન કચેરી સહિત અનેક જગ્યાએ શ્રમદાન કરવામાં આવ્યું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gem5fmxtwxwobvvw/" left="-10"]

સ્વરછતા હી સેવા અભિયાન અંતર્ગત સુઈગામ સેવાસદન કચેરી સહિત અનેક જગ્યાએ શ્રમદાન કરવામાં આવ્યું.


સ્વચ્છતા ભારત મિશનને નવ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી ના ભાગરૂપે સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત સૂઇગામ પ્રાંત કલેકટર એસ.એ.ડોડીયા,તાલુકા વિકાસ અધિકારી કલ્પેશભાઈ ભાટિયા મામલતદાર,તાલુકાના દરેક ગામોના તલાટી કમમંત્રી,સરપંચઓ તેમજ રાજકીય તેમજ સામાજિક આગેવાનો સહિતના મહાનુભાવોએ હાથમાં ઝાડું લઇ સફાઇ કરીને શ્રમદાન કર્યું હતું, આ પ્રસંગે પ્રાંત કલેકટર શ્રી જણાવ્યું હતું. કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ના આહવાન ના પગલે આજે સૂઇગામ તાલુકાના દરેક ગ્રામ પંચાયતો માં સ્વચ્છતા અભિયાન ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણે તેમાં જોડાઇ ને આપણા ગામને સ્વચ્છ રાખીએ તાલુકા વિકાસ અધિકારી શ્રી એ જણાવ્યું હતું કે આજે એક ઓકટોબર ના રોજ ભારત સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન દ્વારા એક તારીખ,એક ઘંટા, એક સાથ, કાર્યક્રમ અંતર્ગત તાલુકામાં સફાઈ ઝુંબેશ કરી શ્રમદાન કરવામાં આવ્યું હતું, જેમાં સૂઇગામ તાલુકાની દરેક ગ્રામ પંચાયતોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઇ કરવામાં આવી હતી જેમાં સુઇગામ તાલુકાના ગામોના,સરપંચ, પદાધિકારીઓ, ત.ક.મંત્રી, ગ્રામજનો , પ્રા. શાળાના બાળકો, સફાઈ કામદારો, અધિકારી/ કર્મચારીઓ શ્રમદાન કરીને ગામમાં જાહેર સ્થળો, શેરી મહોલ્લામાં સફાઈ ઝુંબેશ કરવામાં આવી હતી.
રિપોર્ટ-:જીતેન્દ્રસિંહ ઝાલા-સુઈગામ
9904023862


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]