ગોધરા તાલુકાના દરુણીયા ખાતે કલેકટરશ્રી સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા યોજાઇ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gdjk413xazjy0prx/" left="-10"]

ગોધરા તાલુકાના દરુણીયા ખાતે કલેકટરશ્રી સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા યોજાઇ


પંચમહાલ

જિલ્લા વહીવટીતંત્ર છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી તમામ પ્રકારની મદદ માટે કટિબદ્ધ - જિલ્લા કલેકટરશ્રી

સ્વાસ્થ્ય,પુરવઠા,પાણી,શિક્ષણ,રસ્તા,પેન્શન,બસ સેવા,ખેતી સહિતના પ્રશ્નો બાબતે જરૂરી કાર્યવાહી કરવા સંબંધીતોને કર્યો અનુરોધ

ગોધરા

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના દરુણીયા ખાતે કલેકટરશ્રી સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા યોજાઇ હતી. આ સભામાં ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા અને યોજનાકીય બાબતો અને પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી. આ સાથે સ્થળ પર જ વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે વિવિધ વિભાગોમાંથી ઉપસ્થિત અધિકારીશ્રીઓએ સરકારશ્રીની ચાલતી વિવિધ યોજનાઓ અને તેના લાભ વિશે ગ્રામલોકોને માહિતી આપી હતી.જેમાં ગંગા સ્વરૂપા વિધવા સહાય યોજના, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ આર્થિક સહાય,રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, અંત્યોદય યોજના, બેન્કેબલ યોજના, માનવ કલ્યાણ યોજના, પાલક માતા પિતા યોજના, દિવ્યાંગ સાધન સહાય યોજના, સંત સૂરદાસ યોજના, વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ અંતર્ગત યોજનાઓ વગેરેની માહિતી પૂરી પડાઈ હતી.ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા પ્રાકૃતિક ખેતી અને તેનું મહત્વ વિશે સમજાવતાં વિસ્તૃત માહિતી પૂરી પડાઈ હતી. ગ્રામસભાએ સરકાર અને વહીવટી તંત્ર વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવે છે. લોકોના દ્વારે પ્રજાના પ્રશ્નો સાંભળવા અને મુશ્કેલીઓ દૂર કરવા રાત્રી અને દિવસીય ગ્રામસભાઓ યોજવામાં આવે છે.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી અને પ્રાંત અધિકારીશ્રી ગોધરાએ ગ્રામ લોકો સાથે સંવાદ સાધી સ્વાસ્થ્ય, પુરવઠા,પાણી,શિક્ષણ,રસ્તા,વૃધ્ધ પેન્શન, બસ સેવા,ખેતી, ખેતીમાં નુકસાન કરતા જંગલી પ્રાણીઓ વગેરે જેવા પ્રશ્નોનું સ્થળ ખાતે નિરાકરણ લાવવા સબંધિતોને સૂચનાઓ આપી હતી. આ સાથે સરકારશ્રીની ચાલતી વિવિધ યોજનાઓ વિશે લોકોને માહિતગાર કર્યા હતા.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રીએ ગ્રામજનોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી તમામ પ્રકારની મદદ માટે કટિબદ્ધ છે.આ ગામમાં આજે હેલ્થ & વેલનેસ સેન્ટર શરૂ કરાયું છે.

આ તકે પ્રાંત અધિકારીશ્રી ગોધરા દ્વારા ગ્રામલોકોને રાશન,શિક્ષણ,આંગણવાડી, મધ્યાહનભોજન બાબતે પ્રશ્નોતરી કરી જવાબ મેળવ્યા હતા.

આ રાત્રી સભામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી,મામલતદારશ્રી,પોલીસ ઇન્સ્પેકટરશ્રી,તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત સબંધીત વિભાગોના અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]