ખેતી ની ખોજ માં. લાઠી સંતોક બા મેડિકલ સેન્ટર લાલજીદાદા ના વડલે કૃષિ મેળા નો કુલપતિ ડો ટિબડીયા ની અધ્યક્ષતા માં પ્રારંભ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gbmvroeff6lh4gwx/" left="-10"]

ખેતી ની ખોજ માં. લાઠી સંતોક બા મેડિકલ સેન્ટર લાલજીદાદા ના વડલે કૃષિ મેળા નો કુલપતિ ડો ટિબડીયા ની અધ્યક્ષતા માં પ્રારંભ


લાલજી દાદા ના વડલા ની શીતળ છાયા માં ચાલતી અનેક વિધ સેવા માં વધુ એક સેવા નો ગોવિદભાઈ ધોળકિયા ની દુરંદેશી એ પ્રારંભ"

લાઠી આરોગ્ય ધામ સંતોક બા મેડિકલ સેન્ટર લાલજીદાદા ના વડલા ખાતે ખર્ચ વગર ની ખેતી ઝેર મુક્ત જીવન ની વધુ એક સેવા શરૂ કરતાં શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ ના મોભી ગોવિદભાઈ ધોળકિયા ની દુરંદેશી એ નવી મુહિમ ઉપાડી કૃષિ યુનિ ના કુલપતિ ડો ટિબડીયા ની અધ્યક્ષતા માં કૃષિ મેળો યોજાયો

લાઠી સંતોક બા મેડિકલ સેન્ટર સંચાલિત આરોગ્ય ધામ "લાલજીદાદા નો વડલો" એટલે અનેકો માટે ઉપકાર છે નિરામય આરોગ્ય જળતીર્થ વ્યસન મુક્તિ પર્યાવરણ શ્રીરામકૃષ્ણ કલામ આરોગ્ય પ્રોજેકટ સોર ઉર્જા ફરતા દવાખાના ઉપરાંત ઘર બેઠા સાત્વિક ભોજન પ્રસાદ સેવા ઓ દૂરસદુર રહેતા વડીલો માટે આશીર્વાદ રૂપ બની રહી છે ત્યારે લાલજીદાદા ના વડલા ની  શીતળ છાયો વધુ એક સેવા ઉમેરાઈ ૠષિ કષિ કેન્દ્ર દ્વારા આયોજીત "ખેતી ની ખોજમાં" પ્રાકૃતિક કૃષિ મેળા નું આયોજન કરાયું હતું જેના ઉદ્ઘાટકશ્રી  ડો. સી. કે. ટીંબડીયા સાહેબ કુલપતિશ્રી (GNFSU) પ્રેરક ઉપસ્થીતી પદ્મશ્રી જગદીશ પ્રસાદ પારીક તેમજ સંતોક બા મેડિકલ સેન્ટર ના ચેરમેન રાકેશભાઈ ધોળકીયા કૃષિ ના ઋષિ પ્રફુલભાઈ સેજળીયા કાળુભાઈ ભીકડીયા રામજીભાઈ ગુજરાતી જેઠાભાઈ ચાંદપરા અશોકભાઈ કથીરિયા આરોગ્ય ધામ વડલા ના તમામ ટ્રસ્ટીગણ સહિત લાઠી તાલુકા ના ૩૫ જેટલા ગ્રામ્ય વિસ્તારો ના સ્થાનિક અગ્રણીઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ ના અગ્રણી ઓ ખેડૂતો ની ઉપસ્થિતિ માં સંતોકબા મેડિકલ સેન્ટર, લાઠી લાલજીદાદા ના વડલા ખાતે તા.૦૩/૦૪/૨૪ ના સવારે ૧૦:૩૦ થી ૧-૩૦ રામકૃષ્ણ ઓડીટોડિયમ હોલ પ્રાકૃતિક કૃષિ અંગે વિદ્વાન વક્તા ઓ દ્વારા ખર્ચ વગર ની ખેતી ઝેર મુક્ત જીવન નો સુંદર સદેશ આપતા  રાકેશભાઈ ધોળકિયા ની પ્રેરક ઉપસ્થિતિ માં સંતોકબા મેડિકલ સેન્ટર, લાઠી ખાતે સફળ કૃષિ મેળો યોજાયો હતો યોજાયો હતો કંઇક નવીનતમ સમાજ ઉપીયોગી અભિયાનો ને વ્યાપક બનાવવા માટે ટેવાયેલ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ ના મોભી ગોવિદભાઈ ધોળકિયા નવનિયુક્ત રાજ્યસભા સાંસદ શ્રી ના માર્ગદર્શન હેઠળ વડલા ખાતે થી ખેડૂતો માટે નવી મુહિમ ઉપાડી છે વડલા ના ચેરમેન રાકેશભાઈ ના નેતૃત્વ માં પ્રારંભયેલી મુહિમ સામાજિક સંરચના માં આમૂલ પરિવર્તન લાવનારી બની રહેશે આહાર જ વિચાર પ્રદાન નું માધ્યમ છે ત્યારે શુદ્ધ ઝેર મુક્ત ખોરાક માટે કૃષિ ક્ષેત્રે ગોવિદભાઈ ધોળકિયા નો ઉમદા વિચાર સર્વસ્વીકાર બનશે જ આ કાર્યક્રમ માં ખૂબ મોટી સંખ્યા માં ખેડૂતો એ હાજરી આપી હતી 

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]