બોટાદના ધારાસભ્ય સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગુર્જર પ્રજાપતિ સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો - At This Time

બોટાદના ધારાસભ્ય સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગુર્જર પ્રજાપતિ સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો


પ્રજાપતિ સમાજ દ્વારા બે હાથ ઊંચા કરી સૌરભભાઈને આપી ખાતરી

બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલ અમૃત નગરમાં આવેલ ગુર્જર પ્રજાપતિ સમાજની વાડી ખાતે સમાજનો સ્નેહે મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં બોટાદ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સ્નેહ મિલન કાર્યક્રમમાં સમાજના લોકોએ સૌરભભાઈનું અલગ અલગ સ્મૃતિ તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને બીજી તરફ સૌરભભાઈને સમાજના લોકોએ બે હાથ ઊંચા કરી તેમની સાથે છીએ તેવી ખાતરી આપવામાં આવી હતી કાર્યક્રમમાં બોટાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળદેવભાઈ સોરઠીયા, મગનભાઈ પરમાર, ઇશ્વરભાઇ પરમાર, બાબુભાઈ મૂળિયા, બાબુભાઈ તલસણીયા શહીદ સમાજના આગેવાનો અને ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અનિલ મોસોયાએ સંભાળ્યું હતું.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.