જસદણ ના જસાપર ગામે 100વાર નો વારનો પ્લોટ આપ નહીંતર ટાટીયા ભાંગી નાખવાની સરપંચને ધમકી - At This Time

જસદણ ના જસાપર ગામે 100વાર નો વારનો પ્લોટ આપ નહીંતર ટાટીયા ભાંગી નાખવાની સરપંચને ધમકી


જસદણ ના જસાપર ગામે 100વાર નો વારનો પ્લોટ આપ નહીંતર ટાટીયા ભાંગી નાખવાની
સરપંચને ધમકી

સરપંચ મનસુખભાઇ ડામસીયાએ આરોપી પ્રદીપ ભટ્ટી વિરૂધ્ધ આટકોટ પોલીસમાં લેખીત અરજી આપતા ભારે ચર્ચા આરોપીની તાત્કાલીક ધરપકડ કરવા માંગણી

આટકોટ: જસદણ તાલુકાના આટકોટ પોલીસ તાબાના જસાપર ગામના સરપંચને ૧૦૦ વારનો પ્લોટ આપ નહીંતર ટાટીયા ભાંગી નાખવાની ધમકી મળતા સરપંચે આટકોટ પોલીસમાં આરોપી શખ્શ વિરૂધ્ધ અરજી આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે ભારે ચકકચાર જગાવી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર જસાપરના સરપંચ મનસુખભાઇ પોપટભાઇ ડામસીયા કે જેઓ જસદણ તાલુકા ભાજપના ઉચ્ચ હોદા પર કાર્યરત છે તેમણે મુળ જસાપરના અને હાલ જસદણ રહેતા પ્રદીપ કાળુ ભટ્ટી સામે આપેલ અરજીમાં જણાવ્યુ છે કે આરોપી પ્રદીપ હાલ જસદણ ખાતે રહે છે.

આરોપી અવાર-નવાર પ્લોટ આપવા માથાકુટ કરે છે આરોપી દ્વારા સરકારશ્રી દ્વારા આપવામાં આવતા મફતીયા પ્લોટની માંગણી કરે છે આરોપી દ્વારા પંચાયતમાં કોઇ લેખીત અરજી કે પુરાવાઓ આપ્યા ન હોય તેમને પ્લોટ મળતો નથી આમ છતા તેઓ છેલ્લા દોઢ વર્ષમાં અવાર-નવાર ટેલીફોન દ્વારા વારંવાર ધમકી આપે છે તેમજ ગામમાંઆવી જુદી જુદી જગ્યાએ ટાંટીયા ભાંગી નાખવાની અને એકાદ જણને ઓછો કરી નાખવો પડશે તેવી વાતો કરી ભયનું વાતાવરણ ઉભુ કરે છે

તેમણે અરજીમાં વધુમાં જણાવ્યું છે કે થોડા દિવસ પહેલા જસાપર ગામેથી જીલ્લા એલ. સી. બી. શાખાએ જુગારનો દરોડો પાડયો હોય તેનો ખાર રાખી ઝગડો કરે છે.

આરોપી હાલ જસાપર રહેતો ન હોવા છતા મારી વિરૂધ્ધ ગમે તેમ વાતો કરી મારી ભડકાવવાનું કામ કરી ધાક-ધમકી આપતો હોય આરોપી પ્રદિપની ધરપકડ કરી યોગ્ય કાર્યવાહી કરવા પોલીસને

જણાવ્યું છે મનસુખભાઇ સરપંચે અરજીમાં અંતમાં જણાવ્યું છે કે પ્રદિપ દ્વારા ફોનમાં આપવામાં આવેલ ધમકીનું રેકોર્ડીંગ પણ પુરાવા રૂપે પોલીસ માંગશે તો આપીશું તેવું કહ્યું છ.

આ બનાવમા આ પંથકમાં ઘેરા પડઘા પડયા છ. અને આરોપી સામે

કડક પગલા ભરવા માંગણી કરાઇ રહી છે.
આ બનાવમાં વધુમાં વધુ તપાસ કરી રહી છે આટકોટ પોલીસ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.