ઉમરાળા ટાઉન અને ગ્રામ્યમાં લોકસભાની ચૂંટણી માટે પોલીસ સાથે CISF જવાનો સજજ ફૂટ પેટ્રોલિંગ કરાયુ - At This Time

ઉમરાળા ટાઉન અને ગ્રામ્યમાં લોકસભાની ચૂંટણી માટે પોલીસ સાથે CISF જવાનો સજજ ફૂટ પેટ્રોલિંગ કરાયુ


ઉમરાળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ધોળા,રંઘોળા સહિતના વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરી ફરજ માટે સાબદા થયા ઉમરાળા ટાઉન અને ગ્રામ્ય વિસ્તારો માટે આગામી લોકસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી મુદ્દે CISF ની ટુકડીઓ આવી પહોંચી હતી આગામી 7 મે ના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય અને મતદારો નિર્ભય રીતે મતદાન કરી શકે માટે પોલીસ તથા લશ્કરના જવાનોને જુદી જુદી જગ્યાએ બંદોબસ્ત ફાળવણી કરવામાં આવશે આ માટે અગાઉથી આવી પહોંચેલા CISF ના જવાનો તથા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતુ આ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન Psi એમ.આર.ભલગરીયા ની આગેવાનીમાં ઉમરાળા ટાઉન અને ગ્રામ્યમાં મુખ્ય રસ્તાઓ ઉપર નિદર્શન કરાયુ હતુ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.