આજે સિહોર શહેરની શૈક્ષણિક સંસ્થા જે જે મહેતા ગર્લ્સ સ્કુલ ખાતે સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી - At This Time

આજે સિહોર શહેરની શૈક્ષણિક સંસ્થા જે જે મહેતા ગર્લ્સ સ્કુલ ખાતે સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી


આજે સિહોર શહેરની શૈક્ષણિક સંસ્થા જે જે મહેતા ગર્લ્સ
સ્કુલ ખાતે આજે 76માં સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસ સાથે
ઉજવણી કરવામાં આવી છે જેમાં શહેરના મહિલા અગ્રણી
પન્નાબેન મહેતાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ
વિધાર્થીનીઓ, શિક્ષકો દ્વારા પરેડ, દેશભક્તિ ગીત, નાટક,
યોગા, નૃત્ય
જેવી અનેક સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી
હતી. ટ્રસ્ટી, સંચાલક, આચાર્ય, શિક્ષકગણ તેમજ વિધાર્થીઓ
દ્વારા પ્રસંગને અનુરૂપ વક્તવ્ય અપાયા હતા તથા કોઈને કોઈ
ક્ષેત્રમાં સિધ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓને ઈનામ પ્રમાણપત્ર શિલ્ડ
આપી સન્માનિત કરાયા હતા પન્નાબેન મહેતાએ જણાવ્યું કે
આપણે સમગ્ર વર્ષ 'આઝાદી અમૃત મહોત્સવ'ની વિવિધ
કાર્યક્રમો દ્વારા ઉજવણી કરી છે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ એક ઝાટકે પોતાનું રાજ્ય
સૌથી પહેલાં રાષ્ટ્રને ચરણે ધરી દીધું હતું. સરદાર વલ્લભભાઇ
પટેલે ૫૬૨ રજવાડાઓ એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું
હતું. તો ગાંધીજીએ આખી આઝાદીની લડતનું નેતૃત્વ લીધું
હતું. આવાં વીર સપૂતો થકી જ રાષ્ટ્ર એકતાના તાંતણે બંધાયું
છે. ત્યારે આવાં મહાનુભાવોના સત્કર્મોને યાદ કરી હું તેમને
નતમસ્તક વંદન કરું છું કાર્યક્રમમાં શહેરના વરિષ્ઠ અગ્રણી
આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે
શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.