અનઅધિકૃત કંપનીઓ ઉભી કરી ખોટા ચેક વાઉચરો બનાવી ઉચાપતના નાણા ટ્રાન્સફર કરતા કર્મચારીઓ ઝડપાયા - At This Time

અનઅધિકૃત કંપનીઓ ઉભી કરી ખોટા ચેક વાઉચરો બનાવી ઉચાપતના નાણા ટ્રાન્સફર કરતા કર્મચારીઓ ઝડપાયા


ગાંધીનગર સેકટર-૧૦ માં આવેલ કર્મયોગી ભવન સ્થિત GIL કંપનીમાં ફરજ બજાવતા અધિકારી/કરાર આધારીત કર્મચારીઓએ ભેગા મળી તેમના મળતીયા માણસો દ્રારા અનઅધિકૃત કંપનીઓ ઉભી કરી ખોટા ચેક વાઉચરો બનાવી ઉચાપતના નાણા ટ્રાન્સફર કરાવી નાણાકીય લાભ મેળવેલ જે બાબતે ગાંધીનગર સેક્ટર-૦૭ પો.સ્ટે ગુ.ર.નં-૧૧૨૧૬૦૦૮૨૨૦૨૩૫/૨૦૨૨ ઈ.પી.કો કલમ-૩૪, ૨૦૪, ૪૦૬, ૪૦૯, ૪૨૦,૪૬૫, ૪૬૮, ૪૭૧, ૪૭૭ (એ), ૧૨૦ (બી) કંપની એક્ટ-૨૦૧૩ ની કલમ-૪૪૭, ૪૫૨ મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ. જે ગુન્હાની ગંભીરતા જોતા પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબ નાઓની સુચનાથી ઉપરોક્ત ગુન્હાની તપાસ ના.પો.અધિક્ષકશ્રી ગાંધીનગર વિભાગ ગાંધીનગર નાઓને સોંપવામાં આવેલ. જે ગુન્હાની તપાસ દરમ્યાન આરોપીઓએ GIL કંપનીમાંથી કુલ રૂ.૩૮,૬૭,૯૨,૨૯૧/- માતબર રકમની ઉચાપત કરેલાનુ તપાસ દરમ્યાન જણાઈ આવેલ. જેથી ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ મહાનિરીક્ષકશ્રી ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી ગાંધીનગર નાઓએ સર્ચ ઓપરેશન માટે ટીમોનુ ગઠન કરવા આપેલ સુચના આધારે ના.પો.અધિક્ષકશ્રી એમ.કે.રાણા, ગાંધીનગર વિભાગ ગાંધીનગર નાઓએ એલ.સી.બી પો.ઈન્સશ્રી જે.એચ.સિંધવ તથા પો.ઈન્સશ્રી એચ.પી.પરમાર તેમજ ગાંધીનગર જીલ્લા પોલીસના અધિકારીશ્રીઓ/કર્મચારીઓની કુલ-૧૫ ટીમોનુ ગઠન કરવામાં આવેલ. જે દરેક ટીમમાં એક પો.સ.ઈશ્રીની આગેવાનીમાં એક વિડીયોગ્રાફર, મહિલા પોલીસ તથા પોલીસના માણસો સાથે અલગ અલગ ૧૫ ટીમોએ અલગ અલગ ૨૦ જગ્યાઓએ તા.૧૦/૦૮/૨૦૨૨ ના રોજ સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. આમ ઉપરોકત સર્ચ ઓપરેશન દરમ્યાન ગાંધીનગર જીલ્લા પોલીસની અલગ ટીમો દ્રારા ૨૦ જગ્યાઓએ સર્ચ ઓપરેશન હાથ ધરી કુલ રૂ.૧,૨૫,૬૦,૧૨૩/- માતબર રકમનો મુદ્દામાલ ગુન્હાના કામે કબ્જે કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.