મેંદરડા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રક્ષાબંધન અને બળેવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ સમસ્ત બ્રહ્મ સમાજનો સૌપ્રથમ કાર્યક્રમ ભવ્યાતી ભવ્ય ઉજવાયો અને સફળ થયો આવનારા દિવસોમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમાજ માટે અનેક વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/iqhng5d2et94kwcn/" left="-10"]

મેંદરડા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રક્ષાબંધન અને બળેવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ સમસ્ત બ્રહ્મ સમાજનો સૌપ્રથમ કાર્યક્રમ ભવ્યાતી ભવ્ય ઉજવાયો અને સફળ થયો આવનારા દિવસોમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમાજ માટે અનેક વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે


મેંદરડા ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રક્ષાબંધન પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ
બળેવના પવિત્ર તહેવાર પર બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોત વિધિ વિધાન સાથે જનોઈ બદલાવી પરિવાર સાથે સમૂહ ભોજન અને ભજન કયું
મેંદરડા શહેર તેમજ આજુબાજુના ગામડાઓ સહિતના વિસ્તારોમાં વસતા સમસ્ત બ્રાહ્મણોનું સૌ પ્રથમ બ્રહ્મોત્સવ સ્નેહમિલન યોજાયો, સાથોસાથ સુગમ સંધ્યા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા
મેંદરડા આઝાદ ચોક ખાતે આવેલ વાણીયા મહાજન વાડી પરિસરમાં સાંજના પાંચથી વિવિધ કાર્યક્રમો યોજાયા જેમાં ખાસ કરીને સુંગમ સંધ્યાના ઓર્ગેનાઇઝ મનોજભાઈ મહેતા અને તેમની ટીમ દ્વારા સુર સુરાવલી વહેડાવી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા આ સુગમ સુરાવલીમાં દેશભક્તિ સહિતના વિવિધ ગીતો ભજનો શિવતાંડવ,રાસ ગરબા,શિવજીના પ્રચલિત ભજનો વગેરે ગાવામાં આવેલ હતા,
મેંદરડા તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયોજિત કાર્યક્રમ સૌપ્રથમવાર યોજાયેલ હોય જેનો ઉમંગ ઉત્સાહ અનેરો જોવા મળેલ હતો તેમજ સુગમ સંધ્યા કાર્યક્રમ દરમિયાન કલાકારો પર રૂપિયાનો વરસાદ ભૂદેવો દ્વારા કરવામાં આવેલ હતો, આ સમગ્ર કાર્યક્રમ માંબહોળી સંખ્યામાં બ્રાહ્મણ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા,
આ કાર્યક્રમની સાથો સાથ આગામી ૧૫મી ઓગસ્ટ આવનારી હોય ત્યારે આપણાં દેશના યશસ્વિ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાહેર કરવામાં આવેલ 75 માં આઝાદી અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા લગાવી આઝાદીના 75 માં વર્ષની પરિવાર સાથે ઉજવણી કરવામાં આવે તેવું તમામ બ્રાહ્મણોને સૂચન કરવામાં આવેલ હતું

કાર્યક્રમ દરમિયાન આગેવાનો યુવાનો સહિતનાઓનું સન્માન કરવામાં આવેલ હતું જેમાં ખાસ બ્રાહ્મણોના આમંત્રણ ને માન આપી ચોરેશ્વર મહાદેવ મંદિરના મહંત ઉપસ્થિત રહેલા હતા. તેમજ બ્રહ્મ સમાજના શાસ્ત્રી દિનેશભાઈ માઢક,મહેશભાઈ મહેતા, દિનુભાઈ ટિટિયા,ચંદુભાઈ પંડ્યા,ધનસુખ ભાઈ પંડ્યા, કમલેશભાઈ મહેતા, સતિષભાઈ ધાંધિયા,ગૌરવ જોશી,પ્રફુલ ધ્રાંગડ,ભાવિન ત્રિવેદી,અશ્વિન મહેતા,શાસ્ત્રી અશોકભાઈ જોશી,શાસ્ત્રી પંકજભાઈ,ભાવેશ જાની, વિજયભાઈ દવે,સુધીરભાઈ પંડ્યા,રાજુભાઈ શર્મા (જનતા આઈસ્ક્રીમ),કાર્તિકભાઈ ઠાકર, વિશાલ જોશી,અજયભાઈ ભટ્ટ,રજનિક તેરૈયા આશિષ જોષી,મયુર જોષી, રમેશ ધાધીયા સહિતના તમામ યુવાનો દ્વારા કાર્યક્રમને ભવ્યાતી ભવ્ય સફળ બનાવવામાં આવેલ હતો
રીપોર્ટીંગ- કમલેશ મહેતા મેંદરડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]