ફાયર બ્રિગેડના વાહને બાઇકને ઠોકરે ચડાવતા 1નું મોત, 1ને ઇજા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fos6ccnggf20hh5i/" left="-10"]

ફાયર બ્રિગેડના વાહને બાઇકને ઠોકરે ચડાવતા 1નું મોત, 1ને ઇજા


વાહનચાલક નાસી છૂટ્યો: ધરપકડની તજવીજ

રાજકોટ ફાયર બ્રિગેડના ભંગાર વાહનને બેડીપરા મૂકવા જતા ચાલકે કેનાલ રોડ પર બાઇકને ઠોકરે ચડાવી નાસી ગયો હતો. જે બનાવમાં બાઇકસવાર એક યુવાનનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક યુવાનને સામાન્ય ઇજા થઇ છે. મૃતક યુવાન મૂળ જસદણના શિવશક્તિ સોસાયટીમાં રહેતો હર્ષિલ ઉમેશભાઇ રવિયા હોવાનું અને ઇજાગ્રસ્ત યુવાન લક્ષ્મીવાડીમાં રહેતો તીર્થ વિપુલભાઇ સવસેટા હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્ત તીર્થની ફરિયાદ પરથી અકસ્માત સર્જી ફાયર બ્રિગેડનું જીજે.03.જેઇ.9383 નંબરનું વાહન લઇને નાસી ગયેલા ચાલક સામે ફરિયાદ નોંધી છે. 

હર્ષિલ 22 દિવસ પહેલાં જ ગુંદાવાડી મેઇન રોડ પર સિદ્ધિ ફેશન નામની દુકાનમાં નોકરીએ રહ્યો હતો. રોજ જસદણથી અપડાઉન કરતો હતો. હર્ષિલ એક બહેનથી નાનો હતો. ગુરુવારે સવારે દુકાનનું પાર્સલ લઇને દેવા જવા ે બંને નીકળ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો. પીએસઆઇ બી.એચ.પરમારે ગુનો નોંધી ચાલકની ધરપકડની તજવીજ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]