ઉમરાળાના વડોદ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાયુ - At This Time

ઉમરાળાના વડોદ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાયુ


*ઉમરાળાના વડોદ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાયુ*

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ઉમરાળા તાલુકાના વડોદ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવા ધારાસભ્ય શંભુપ્રસાદજી ટુંડિયા,ઉમરાળા મામલતદાર પ્રશાંતકુમાર ભીંડી,તાલુકા વિકાસ અધિકારી વીણાબેન આલ,તાલુકા ભાજપ અધ્યક્ષ પ્રતાપભાઈ આહીર,તાલુકા પંચાયતના પ્રમુખ,તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટાયેલ સભ્યો અને સભ્યોના પ્રતિનિધિઓ,તાલુકા અને જિલ્લા ભાજપ સંગઠનના વિવિધ આગેવાનો અને હોદેદારો,મામલતદાર કચેરી સ્ટાફ,તાલુકા પંચાયત સ્ટાફ,ICDS કચેરી સ્ટાફ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકારની યોજના વિશે છેવાડાના માનવીને માહિતગાર કરવામાં આવી રહ્યા છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકાર છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે આ યાત્રા દરમિયાન લોકોને સ્થળ પર જ અનેક યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.