અંકલેશ્વર માં ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આઠમા  સર્વજ્ઞાતિ  સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરાયું   =સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં 51 જોડા એ પ્રભુતા માં પગલાં માંડ્યાં = બગી  અને લક્ઝરીયસ કાર માં વરરાજા નો વરઘોડો કાઢવામાં આવ્યો : =  પરિવાર નો મુખ્ય આધાર એવા માતા અથવા પિતા ન હોય તેવી દીકરીઓ ના લગ્ન કરવામાં આવ્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fjnefnfhc921jned/" left="-10"]

અંકલેશ્વર માં ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આઠમા  સર્વજ્ઞાતિ  સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરાયું   =સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં 51 જોડા એ પ્રભુતા માં પગલાં માંડ્યાં = બગી  અને લક્ઝરીયસ કાર માં વરરાજા નો વરઘોડો કાઢવામાં આવ્યો : =  પરિવાર નો મુખ્ય આધાર એવા માતા અથવા પિતા ન હોય તેવી દીકરીઓ ના લગ્ન કરવામાં આવ્યા


અંકલેશ્વર માં ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આઠમા  સર્વજ્ઞાતિ  સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરાયું  
=સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં 51 જોડા એ પ્રભુતા માં પગલાં માંડ્યાં
= બગી  અને લક્ઝરીયસ કાર માં વરરાજા નો વરઘોડો કાઢવામાં આવ્યો :
=  પરિવાર નો મુખ્ય આધાર એવા માતા અથવા પિતા ન હોય તેવી દીકરીઓ ના લગ્ન કરવામાં આવ્યા

 અંકલેશ્વર

અંકલેશ્વર માં ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આઠમા  સર્વજ્ઞાતિ  સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું આ . સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં એક જ મંડપ નીચે  51 જોડા એ પ્રભુતા માં પગલાં માંડ્યા હતા.આ સમૂહ લગ્ન માં  જેનો મુખ્ય આધાર એવા માતા અથવા પિતા ન હોય તેમજ માતાપિતા ન હોય  તેવી દીકરીઓ ને પ્રથમ પ્રાધાન્ય આપી  લગ્ન કરાવવામાં  આવ્યા હતા અને ઉપસ્થિત ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહીત ના  સંતો એ નવદંપતીઓ ને આશીર્વાદ આપ્યા હતા ..

અંકલેશ્વર નું ગુંજ સોશ્યલ ગ્રુપ સામાજિક કાર્યો ની સાથે સમૂહલગ્નોત્સવ માં સદા અગ્રેસર રહ્યું છે  ,ત્યારે ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા જુનીદિવી ગામ પાસે આવેલ  ગુપ્તા ફાર્મ ખાતે સાતમા  સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં માતા પિતા વગર ની દીકરીઓ તેમજ  જેના માતા કે પિતા ન હોય તેવી દીકરીઓ ને પ્રથમ  પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું અને તમામ 51 દીકરીઓ પાસે થી કોઈ પણ પ્રકાર ની ફી લેવામાં આવી ન હતી અને  એક જ મંડપ નીચે 51 જેટલા નવદંપતી ઓ  પ્રભુતા માં પગલાં માંડે તે પ્રમાણે  નું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ  દીકરી ઓ ને  અનેક દાતાઓ તરફ થી કન્યાદાન માં 27 જેટલી  ઘરવખરી સહીત નું  કરિયાવર આપવામાં આવ્યું હતું  આ સમૂહ લગ્નોત્સવ માં  બગી અને લક્ઝરીયસ કાર માં  વાજતે ગાજતે એક સાથે 51 વરરાજા ઓ નો  વરઘોડો કાઢવામાં આવ્યો હતો  જે અંકલેશ્વર  શહેરના મુખ્ય માર્ગ પર થઇ ગુપ્તા ફાર્મ ખાતે  લગ્ન સ્થળે  પહોંચ્યો હતો  અને એક જ મંડપ નીચે 51 જેટલા નવ દંપતી ઓ એ  પ્રભતા માં પગલાં માંડ્યાં હતા આ સમૂહ લગ્ન માં  ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ,રામકુંડ ના મહંત ગંગાદાસજી બાપુ , સહીત ના  સંતો ઉપસ્થિત રહી પ્રભુતા માં પગલાં માંડનાર  નવદંપતી ઓ ને આર્શીવાદ આપ્યા હતા આ પ્રસંગે ગુંજ સોશ્યલ ગ્રુપ ના પ્રમુખ સુધીર ગુપ્તા ,સંદીપ પટેલ  ગણેશ અગ્રવાલ .નરેન્દ્ર પટેલ સહિતના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]