ભાભર નગર પાલિકા દ્વારા લોકોની સુખાકારી માટે ૨૧ કરોડ ના વિકાસ ના કામો ના ખાત મુહૂર્ત કરવામાં આવ્યાં.. - At This Time

ભાભર નગર પાલિકા દ્વારા લોકોની સુખાકારી માટે ૨૧ કરોડ ના વિકાસ ના કામો ના ખાત મુહૂર્ત કરવામાં આવ્યાં..


ભાભર નગર પાલિકા દ્વારા લોકોની સુખાકારી માટે ૨૧ કરોડ ના વિકાસ ના કામો ના ખાત મુહૂર્ત કરવામાં આવ્યાં..

વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા પાણીની પાઇપલાઇન તેમજ વડ તળાવનું ડેવલપમેન્ટ સહિત બગીચાના કામોના ખાત મુહૂર્ત કરવામાં આવ્યા...

ભાભર નગર પાલિકા દ્વારા વિકાસ ના કામો ના ખાત મુહૂર્ત કરવામાં આવ્યા હતા જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને ખાત મુહુર્ત કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાભર નગરપાલિકા વિસ્તારમાં નવીન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા પાણીની પાઇપલાઇ જે 12.96 કરોડ ના ખર્ચે બનશે જેનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.
તેમજ ભાભર નગરપાલિકા વિસ્તારમાં ભાભર જુનામાં આવેલ વડ તળાવ ડેવલપમેન્ટ નું કામ 4.92 કરોડના ખર્ચે કરવામાં આવશે તેમજ ભાભર નગરપાલિકા વિસ્તારમાં આવેલું બગીચા નું કામ 2.45 કરોડના ખર્ચે કરવામાં આવશે જે કામો ના આજ રોજ ખાત મુહુર્ત કરવામાં આવ્યા હતા ખાત મુહુર્ત કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા નૌકાબેન પ્રજાપતિ, જિલ્લા ભાજપ મહામંત્રી કનુભાઈ વ્યાસ,પાલિકા પ્રમુખ સાકરબા રાઠોડ, ભાભર શહેર ભાજપ પ્રમુખ અમરત માળી હરીભાઈ આચાર્ય સહિત ભાભર પાલિકા ના કોર્પોરેટરો અને ભાભર ના આગેવાનો સહિત નગર જનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.