ભાભર તાલુકાના કુવાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગર્ભ સંસ્કાર યજ્ઞ યોજાયો - At This Time

ભાભર તાલુકાના કુવાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગર્ભ સંસ્કાર યજ્ઞ યોજાયો


ભાભર તાલુકાના કુવાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગર્ભ સંસ્કાર યજ્ઞ યોજાયો

ભાભર તાલુકાના કુવાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. બી. બી. સોલંકી તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.રાહુલ ચંદેલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ ભારતીય સંસ્કૃતિ મુજબ ગર્ભાધાન સંસ્કાર યજ્ઞ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જુદાં જુદાં વિસ્તારની 35 સગર્ભા માતાઓને બોલાવીને ગર્ભ સંસ્કાર વિધિ શ્રી ભરતભાઇ શાસ્ત્રી દ્વારા હિન્દુ શાસ્ત્રોક્ત અનુસાર કરવામા આવી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડૉ. એચ. વી ચૌધરી તેમજ ડૉ. નિકિતા પોરાણીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ યજ્ઞ દ્વારા સગર્ભા માતા માનસિક રીતે હકારાત્મક, તંદુરસ્ત તેમજ ધાર્મિક રહે અને સમુદાયમાં એક પણ બાળ મરણ કે માતા મરણ ના થાય તે હેતુથી સાથે આરોગ્ય શિક્ષણ પણ આપવામા આવ્યું હતું જેમાં સ્તનપાન અને તેનું મહત્વ, પોષણ, વ્યસન તેમજ એનિમિયા મુક્ત ભારત વિષે સમજણ આપવામા આવી હતી. આ યજ્ઞ માં તાલુકા હેલ્થ ઓફિસ માંથી તાલુકા સુપરવાઈઝર અમરતભાઈ પ્રજાપતિ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કૂવાળા તમામ સ્ટાફ હાજર રહ્યા હતા..

સુનિલભાઈ ગોકરલાણી ભાભર બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.