રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરીએ વજુભાઈ વાળા દ્વારા એનુ.વર્ગનું જાહેરસભામાં અપમાન કર્યા અંગે આચરસંહિતા તથા એટ્રોસિટી એક્ટ અધિનિયમ-૧૯૮૯ મુજમ ફરિયાદ.

રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરીએ વજુભાઈ વાળા દ્વારા એનુ.વર્ગનું જાહેરસભામાં અપમાન કર્યા અંગે આચરસંહિતા તથા એટ્રોસિટી એક્ટ અધિનિયમ-૧૯૮૯ મુજમ ફરિયાદ.


રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરીએ વજુભાઈ વાળા દ્વારા એનુ.વર્ગનું જાહેરસભામાં અપમાન કર્યા અંગે આચરસંહિતા તથા એટ્રોસિટી એક્ટ અધિનિયમ-૧૯૮૯ મુજમ ફરિયાદ.રાજકોટ શહેર તા.૨૪/૧૧/૨૦૨૨ ના રોજ જય ભારત સાથે જણાવવાનું કે અમો ફરિયાદી યુવા ભીમ સેનાના સંસ્થાપક અને અનુ.વર્ગ સભ્ય છીએ. જેથી હાલની આ ફરીયાદ કરી રહ્યા છીએ. (૧) ગત તા.૨૩/૧૧/૨૦૨૨ના રોજ કર્ણાટક રાજ્યના પૂર્વ રાજ્યપાલ તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ વિધાનસભા અધ્યક્ષ વજુભાઈ રૂડાભાઈ વાળા દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા રાપર વિધાનસભા સીટ નંબર.૬ જાહેરસભા રાપર ખાતે યોજાયેલ તેમાં વજુભાઈ વાળા દ્વારા ચૂંટણીની આચાર સંહિતાનો ભંગ તથા અનુસૂચિત જાતિ વર્ગનું જાહેરમાં ગેરબંધારણીય શબ્દો દ્વારા ખુલ્લેઆમ અપમાન કરવામાં આવેલ છે. (૨) ભારતની સંસદ તેમજ સરકાર દ્વારા જે શબ્દોને ગેરબંધારણીય જાહેર કરેલ છે અને જાહેરમાં બોલવા કે લખવા કે પ્રદર્શિત કરવા અંગે મનાઈ ફરમાવેલ છે. અને જો આવું કોઈ ગેરબંધારણીય કૃત્ય કરે તો તેની સામે એટ્રોસિટી એક્ટ (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર વિરોધી કાયદો) ૧૯૮૯ મુજબ ગુન્હો બને છે તેમજ હાલમાં ગુજરાત વિધાનસભા આચાર સંહિતા મુજબ પણ કોઈપણ જાતિ ધર્મ કે લિંગ વિરૂદ્ધ કોઇપણ પ્રકારનું અપમાન કરવું તે ગુન્હો બને છે. સાહેબશ્રી ઉપરોક્ત નંબર ૧ માં દર્શાવ્યા મુજબ વજુભાઈ વાળા દ્વારા રાપર ખાતેની ચૂંટણી અંગેની જાહેરસભામાં માઇક દ્વારા પોતાના પ્રવચનમાં અનુ.જાતિને અપમાનિત કરતા શબ્દો “તમે કેટલા પૈસાદાર છો તે મહત્વનું નથી, પૈસાદાર તો ઢે છે” (ગેરબંધારણીય શબ્દ) બોલેલા હોય જેથી અમો અનુ:જાતીના સભ્યો હોય અને અમારું જાહેરમાં અપમાન કરેલ હોય જેથી આ કામના આરોપી સામે ચૂંટણીની આચાર સંહિતા ભંગ તથા એટ્રોસિટી એક્ટ મુજબનો ગુન્હો તાત્કાલિક દાખલ કરવા આ લેખિત ફરીયાદ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »