ઇગ્લીશ દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી શિહોર પોલીસ ટીમ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ffwqxynptxps5gx7/" left="-10"]

ઇગ્લીશ દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી શિહોર પોલીસ ટીમ


ભાવનગર રેન્જ, પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા ભાવનગરના
પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ સાહેબ તથા પાલીતાણા ડિવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી
મિહિર બારીયા સાહેબ નાઓએ સુચના આપેલ હોય કે, પાલીતાણા ડિવિઝન વિસ્તારમાં આવતા
તમામ પો.સ્ટે.માં અસમાજીક ગે.કા.પ્રવૃતિ નેસ્તનાબુદ કરવી.
જે અન્વયે શિહોર પોલીસ સ્ટેશનનાં પ્રો.પો.ઇન્સ. શ્રી એચ.ડી.સોઢા સાહેબ નાઓએ
શિહોર પો.સ્ટે. વિસ્તાર માંથી ગે.કા પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે શિહોર
પો.સ્ટે.ના પોલીસ સ્ટાફના માણસો શિહોર પો.સ્ટે. વિસ્તારના ટાણા ઓ.પી. વિસ્તારમાં પેટ્રોલીંગમાં
હતા તે દરમ્યાન પો.કોન્સ. દશરથસિંહ નાથુભા ગોહીલને ખાનગી રાહે હકિકત મળતા જે હકિકત
આધારે અગીયાળી-ખોખરા રોડ ઉપર ખજુરીવેણ,નાળા પાસે એક સફેદ કલરની કિયા સેલ્ટોજ
કંપનીની નંબર વગરની ફોર વ્હીલ સામે મળતા સ્થળ ઉપર ઉભી રખાવી સદરહુ કિયા સેલ્ટોઝમાં
તપાસ તજવીજ કરતા નિચે મુજબના આરોપી તથા ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ તેમજ અન્ય
મુદામાલ મળી આવતા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
> પકડેલ આરોપીઃ-
(૧) મુન્નાભાઈ ઉર્ફે ધુઘો ગોવિદભાઈ ડાભી ઉવ.૩૩ રહે. પીપરલા ગામ, વાડી વિસ્તાર તા-ઘોઘા જી-
ભાવનગર (૨) નરેશભાઈ ઉર્ફે બાડો હિંમતભાઈ પાટડીયા ઉવ.૩૦ રહે. સુવાળીયા ઢોરો, પાલીતાણા
જી-ભાવનગર
> કબ્જે કરેલ મુદ્દામાલ- (૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની સીલપેક
બોટલ નંગ-૬૨૧ કિ.રૂ-૨,૦૩,૭૦૦/- (૨) એક સફેદ કલરની ક્રિયા સેલ્ફ્રોઝ કંપનીની નંબર વગરની
ફોર વ્હીલ કાર કિ.રૂ.૯,૦૦,૦૦૦/- (૩) એન્ડ્રોઇડ મોબાઈલ નંગ-૨ કિ.રૂ-૧૦,૦૦૦/- (૪) આધારકાર્ડ
એમ મળી કુલ રૂપિયા-૧૧,૧૩,૭૦૦/- નો મુદ્દામાલ
> કામગીરી કરનાર પોલીસ સ્ટાફ:-
શિહોર પોલીસ સ્ટેશનના પ્રો.પો.ઇન્સ. એચ.ડી.સોઢા સાહેબની સુચના અન્વયે શિહોર પો.સ્ટે.ના
પોલીસ સ્ટાફ હેડ કોન્સ. આર.જે.મોરી તથા પો.કોન્સ.દશરથસિંહ નાથુભા ગોહિલ તથા પો.કોન્સ.
હરપાલસિહ જગદીશસિહ ગોહિલ, તથા પો.કોન્સ. ભરતસિહ ચંદુભા ચુડાસમા, તથા પો.કોન્સ.
યશપાલસિહ હકુભા ગોહિલ, તથા પો.કોન્સ. મનોહરસિંહ હનુભા ગોહિલ, તથા પો.કોન્સ.
દિવ્યરાજસિહ નાથુભા ગોહિલ, તથા પો.કોન્સ. પૃથ્વીરાજસિહ અજીતસિંહ ગોહિલ, તથા પો.કોન્સ.
ભવદિપસિહ પરાક્રમસિહ સરવૈયા,તથા ડ્રા.પો.કોન્સ. શકિતસિહ કનકસિંહ ગોહિલ વિગેરે જોડાયેલ
હતા રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]