વિહળધામ પાળિયાદ ખાતે કારતક વદ - અમાસનાં પાવન દિવસે કહેવાય છે કે આ દિવસે ભગવાનશ્રી - At This Time

વિહળધામ પાળિયાદ ખાતે કારતક વદ – અમાસનાં પાવન દિવસે કહેવાય છે કે આ દિવસે ભગવાનશ્રી


વિહળધામ પાળિયાદ ખાતે કારતક વદ - અમાસનાં પાવન દિવસે કહેવાય છે કે આ દિવસે ભગવાનશ્રી વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્વ છે. આ પૂજા સંપૂર્ણ વિધિ-વિધાનથી કરવાથી દરેક પાપોમાંથી મુક્તિ મળે છે. અને અમાસ નિમિતે પાળિયાદ પૂજય શ્રી વિસામણબાપુ ની જગ્યામાં તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. દર અમાસે ખૂબ જ મોટી સંખ્યામા યાત્રિકો, ભાવિક ભક્તો અહિયા આવે છે. જગ્યામાં ઠાકર ના દર્શન કરી અને પ્રસાદ લઈને પૂજ્ય શ્રી બા ના દર્શન કરી પૂજ્ય બાળઠાકર શ્રી પૃથ્વીરાજબાપુ ના દર્શન કરી પૂજ્ય શ્રી ભયલુબાપુ ની મુલાકાત દર્શન કરી ધન્યતા અનુભવે છે. અને જયાં દર્શન અને પ્રસાદનું ખૂબ જ મહત્વ છે. અમાસનાં દિવસે પ. પૂ. શ્રી રાઘવેન્દ્ર સરકાર,પ. પૂ. શ્રી વિહળાનાથ અને પ. પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબાનાં આશીર્વાદથી મહાપ્રસાદ (રસોઈ) અને ધ્વજારોહણ સંવત ૨૦૮૦, કારતક વદ - અમાસ, તા. ૧૨/૧૨/૨૦૨૩, મંગળવાર, પૂ. શ્રી વિહળાનાથનાં સેવક શ્રી કાંતિભાઈ મગનભાઇ સાપરા તથા સહપરિવાર , મુ,. ખસ, હાલ -અમદાવાદ તેમજ શ્રી ગણેશભાઈ અમરશીભાઈ સવાણી તથા સહપરિવાર, મુ. તુરખા, હાલ- અમદાવાદ તરફથી રાખેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.