પંજાબની સાંકડી ગલીમાં 'ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ, પોલીસે દોડતી કાર પર ફાયરિંગ કર્યું...જુઓ વીડિયો - At This Time

પંજાબની સાંકડી ગલીમાં ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ, પોલીસે દોડતી કાર પર ફાયરિંગ કર્યું…જુઓ વીડિયો


- ફિરોઝપુર સ્ટેશન હાઉસ ઓફિસના મોહિત ધવને જણાવ્યું હતું કે, 10 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ આખરે બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને બંને યુવકો પાસેથી 10 ગ્રામ હેરોઈન મળી આવ્યું છે.ફિરોજપુર, તા. 09 ઓગષ્ટ 2022, મંગળવારએક સાંકડી ગલીમાં કારનો પીછો કરતી પોલીસનો આ વીડિયો વિન ડીઝલની ફિલ્મ 'ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ'ના સીન જેવો લાગે છે પરંતુ તે કોઈ ફિલ્મનો નથી. પંજાબના ફિરોઝપુરના રસ્તાઓ પર સોમવારે એક આવી જ કારનો પીછો કરતી જોવા મળી હતી. એક સફેદ રંગની મારૂતિ સુઝુકી ડિઝાયરમાં બેઠેલા બે લોકો પહેલા પોલીસે રોક્યા ત્યારે નહોતા રોકાયા. ત્યાર બાદ તેઓએ બેરિકેડ પણ તોડી નાખ્યા. આ ઘટના બાદ પોલીસે સ્કોર્પિયો સાથે તેમનો પીછો શરૂ કર્યો હતો. CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ડિઝાયર પોલીસની કાર સાથે અથડાઈ હતી જ્યારે તે ભાગવાનો પ્રયાસ કરી રહી હતી. કાર પહેલા એક સ્કૂટરને સાઈડમાં બ્રશ કરે છે અને તેના પર સવાર મહિલા જમીન પર પડી જાય છે અને બાદમાં કાર તેની સામેની મોટરસાઈકલ સાથે અથડાય છે. સાથે જ આ મોટરસાઈકલ સવાર બે વ્યક્તિ નીચે પડી જાય છે. આટલી ઘટના બાદ પણ આ કાર ચાલકની ઈચ્છા આટકાતી નથી.આ કાર એક જંકશન પર પહોંચતાં જ ટ્રાફિકમાં બીજી કારની પાછળ ફસાઈ જાય છે. અન્ય એક CCTV ક્લિપમાં જોઈ શકાય છે કે, એક પોલીસકર્મી હાથમાં બંદૂક સાથે પોલીસની કારમાંથી કૂદતો જોવા મળે છે અને વાહનની અંદર જઈને બે લોકોને ઈશારો કરતો બતાવે છે. જોકે, ડ્રાઈવર રોકતો નથી અને સામેથી કારમાંથી બહાર નીકળી જાય છે.પોલીસે તેમને રોકવા માટે કારના ટાયર પર ગોળીઓ પણ ચલાવી અને પંચર કર્યું હતું પરંતુ કાર આગળ વધતી રહી. ફૂટેજમાં પોલીસને દોડતો જોઈ શકાય છે.ફિરોઝપુર સ્ટેશન હાઉસ ઓફિસના મોહિત ધવને જણાવ્યું હતું કે, 10 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ આખરે બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે બંને યુવકો પાસેથી 10 ગ્રામ હેરોઈન મળી આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.