ખાતર ના છંટકાવ માટે ડ્રોન વાપરનારા ખેડૂતોને સરકારની સહાય મળશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/farmers-who-use-drones-for-spraying-fertilizers-will-get-government-assistance/" left="-10"]

ખાતર ના છંટકાવ માટે ડ્રોન વાપરનારા ખેડૂતોને સરકારની સહાય મળશે


કૃષિ ક્ષેત્રે ટેકનોલોજીના ઉપયોગથી ફાર્મ મીકેનાઇઝેશન દ્વારા વધુ ઉત્પાદન મળે તે હેતુસર સરકાર દ્વારા ચાલુ વર્ષે કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી (કૃષિ વિમાન)ના ઉપયોગ બાબતે યોજના મંજુર કરવામાં આવી છેદેશના અન્ય રાજ્યોમાં ખેતીવાડીમાં અદ્યતન સાધનોનો વપરાશ થઇ રહ્યો છે. જ્યારે ખેડૂતોને કાળી મજુરીમાંથી મુક્તિ મળશે. આ માટે સરકારે સહાય પણ જારી કરી છે. જેનો લાભ અરરજી કરનાર ખેડૂતોને મળી શકશે. કૃષિ ક્ષેત્રે ટેકનોલોજીના ઉપયોગથી ફાર્મ મીકેનાઇઝેશન દ્વારા વધુ ઉત્પાદન મળે તે હેતુસર સરકારશ્રી દ્વારા ચાલુ વર્ષે કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી (કૃષિ વિમાન)ના ઉપયોગ બાબતે યોજના મંજુર કરવામાં આવી છે. જેમાં ખેડૂતો માટે પાક સંરક્ષણ રસાયણ/નેનો યુરિયા/એફસીઓ માન્ય પ્રવાહી ખાતરો, જૈવિક ખાતરોનો છંટકાવ ડ્રોન ટેકનોલોજી મારફતે કરી આપવા માટે આઇ ખેડૂત પોર્ટલ પર આગામી તા. ૨૬ ઓગસ્ટ સુધી અરજીઓ લેવા માટે પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આ યોજનામાં ખેડૂતને ડ્રોન છંટકાવના ખર્ચના ૯૦ ટકા અથવા રૂ. ૫૦૦ બે માંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર ખાતાદીઠ વધુમાં વધુ ૫ એકર અને મહત્તમ ૫ છંટકાવની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે. ડ્રોનથી છંટકાવ કરવા માંગતા ખેડૂતોએ સમયમર્યાદામાં આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરી આ યોજના નો મહત્તમ લાભ લેવા અપીલ કરાઈ હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]