૩૬મી નેશનલ ગેમ્સના જાગૃતિ અભિયાન - At This Time

૩૬મી નેશનલ ગેમ્સના જાગૃતિ અભિયાન


સાબરકાંઠા

૩૬મી નેશનલ ગેમ્સના જાગૃતિ અભિયાન

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, ગાંભોઇમાં તા.: ૧૬/૦૯/૨૦૨૨ના રોજ ૩૬મી નેશનલ ગેમ્સના જાગૃતિ અભિયાન અંતર્ગત Celebrating Unity through Sports થીમ હેઠળ યુવાનોમાં સ્પોર્ટ્સમાં ભાગીદાર થવા અને પ્રેરણા પૂરી પાડવા કાર્યક્રમ યોજવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખેલકૂદ ધારાના કો-ઓર્ડીનેટર પ્રા.દેવેન્દ્રભાઈ ચૌધરી અને પ્રા. અનિલભાઈ વાણવી દ્વારા કરવામાં આવ્યું. જેમાં મહાનુભાવો તરીકે કોલેજના આચાર્યશ્રી ડો. તૃષાબેન દેસાઇ, શ્રી ગાંભોઇ હાયર સેકન્ડરી સ્કૂલના આચાર્યશ્રી જે. એમ. પટેલ સાહેબ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી- સી. ડી. ભગોરા સાહેબ, લેન્ડ રેકર્ડ અધિકારીશ્રી –વસંતભાઇ નાઈ સાહેબ, હિંમતનગર તાલુકાનાં ડેલિગેટશ્રી – કુલદિપસિંહ રાઠોડ, અને ગાંભોઇ ગામના સરપંચશ્રી મંજુલાબેન જગદિશસિંહ પરમારની પણ વિશેષ ઉપસ્થિતિ રહી. કાર્યક્રમમાં મહાનુભાવોએ યુવાનોને પ્રેરણાત્મક ઉદબોધન કર્યું તેમજ ૩૬મી નેશનલ ગેમ્સનું એન્થમ, માસ્કોટ અને સ્પોર્ટ્સ શપથવિધિ પણ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, મહાનુભાવો અને કોલેજના શૈક્ષણિક સ્ટાફમિત્રો સહિત કબડ્ડી અને રસ્સાખેંચની રમતો પણ રમ્યા. કાર્યક્રમને અંતે ડો. ક્રિષ્ના લાલા દ્વારા આભારવિધિ કરીને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.

રાજકમલસિંહ પરમાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.