લકડીપોયડા ખાતે સહ- સયોજક સંકુલ 1 નો કથન કક્ષાનો "પરીક્ષા પે ચર્ચા" કાર્યક્ર્મ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/f6nxfpfiimxgxehu/" left="-10"]

લકડીપોયડા ખાતે સહ- સયોજક સંકુલ 1 નો કથન કક્ષાનો “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્ર્મ


સરસ્વતી ઉત્તર બુનિયાદી વિદ્યાલય લકડીપોયડા ખાતે સહ- સયોજક સંકુલ 1 નો કથન કક્ષા નો "પરીક્ષા પે ચર્ચા" કાર્યક્ર્મ યોજાયો.લુણાવાડા: આજરોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો સાથે પરીક્ષા પહેલા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓના પરીક્ષાનો ડર અને તણાવ ને દૂર કરવા માટેના ઉપાયો અને તેના અનુભવો શેર કરીને બાળકોને પ્રોત્સાહન આપે છે જેમાં આ કાર્યક્રમની સંપૂર્ણ માહિતી આ શાળાના આચાર્ય શ્રી દ્વારા સને 2018 થી દર વર્ષે યોજાતા પ્રોગ્રામ વિશે માહિતી આપી હતી માનનીય વડાપ્રધાન દ્વારા લખાયેલ પુસ્તક એકઝામ વોરિયર્સ માં વિદ્યાર્થીઓ માટે 28 મંત્રો અને વાલીઓ માટે આપવામાં આવેલ ૬ સૂચનો વિશે જરૂરી માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં સંકુલ 1 માં આવતી કુલ 11 મા. અને ઉ. માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિદ્યાર્થીઓ દ્વારા કલા, ચિત્ર સ્પર્ધા માં બાળકો દ્વારા શાળા કક્ષાએ ભાગ લીધેલ હતો તેમને પ્રથમ, દ્વિતીય અને દ્વિતીય વિજેતાઓને પ્રમાણપત્રો અને સ્મૃતિ ચિન્હ સાંસદ ના હસ્તે આપવામાં આવ્યા હતા. આ પ્રોગ્રામમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ એ પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં માનનીય સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ઉપસ્થિત સંકુલના બાળકો તેમના વાલીઓ તેમજ આચાર્યશ્રીઓ અને સારસ્વત મિત્રોને જણાવ્યું હતું કે કોઈપણ વિદ્યાર્થીએ અભ્યાસ દરમિયાન ક્યારેય પરીક્ષાનો ડર રાખવો જોઈએ નહીં અને મુક્તપણે પરીક્ષા આપવી જોઈએ તેઓએ પોતાની આગવી સહેલીમાં સ-વિશેષ ઉદાહરણો આપીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા સાથે સાથે તેઓએ 27મી જાન્યુઆરીએ સવારે 11:00 કલાકે માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની છઠ્ઠી આવૃત્તિ નું આયોજન કરવામાં આવેલ છે તેમાં સૌ મોટી સંખ્યામાં ભાગ લેવ માટે જણાવ્યું હતું તેઓ દ્વારા આજે રાષ્ટ્રીય મતદાતા દિવસની પણ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન આ શાળાના આચાર્ય નિલેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ લકડી પોયડા ના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]