વરસાદ આફત બનીને વરસ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/eyurkhwgwou38oya/" left="-10"]

વરસાદ આફત બનીને વરસ્યો


સિસ્વા ગામે યુવાનનું ડૂબવાથી કમકમાટીભર્યુ મોત; વરસાદી પાણી ઘરોમાં ઘૂસતા ગામના અનેક લોકો બેઘર બન્યા
પુર અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને મળવા આણંદના સાંસદ પહોંચ્યા

આણંદના બોરસદ તાલુકામાં આવેલ સિસ્વા ગામે વરસાદી પાણીએ કહેર વર્તવ્યો છે. વરસાદના 24 કલાકે પણ પાણીના સ્તરમાં ઉતર્યા નથી. વળી પાણીમાં એક યુવાનનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે. આ ઘટનાથી ગ્રામજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. યુવાનની શોધખોળ બાદ પણ તેને શોધી શકાયો નથી. ગામના નાના મોટા કાચા મકાનોને વ્યાપક નુકશાન થયું છે અને નાગરિકો અસરગ્રસ્ત અને બેઘર બન્યા હોવાની સ્થિતિ નિર્માણ થઈ છે. જોકે આણંદના સાંસદ અને જિલ્લા પંચાયત પ્રમુખ સહિતની ટીમ અસરગ્રસ્ત વિસ્તાર પહોંચી નાગરિકોની ખબર લઈ મદદની ખાતરી આપી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]