માળીયા હાટીના તાલુકા ના જંગર ગીર ગામ દ્વારા ચૂંટણી નો બહિષ્કાર કરવામાં આવ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/estsd5hk20xy1tkl/" left="-10"]

માળીયા હાટીના તાલુકા ના જંગર ગીર ગામ દ્વારા ચૂંટણી નો બહિષ્કાર કરવામાં આવ્યો


વાત કરવામાં આવે તો હાલ વિધાનસભા ની ચૂંટણી ના બ્યુનગલ વાગી ચુક્યા છે ત્યારે આવનારા દિવસો માં ચૂંટણી યોજાવાની છે ત્યારે અગાઉ લોકો દ્વારા પોતાની માગો ને લઈ ને ઘણા પ્રદર્શનો અને આંદોલન કરવામાં આવ્યા હતા ત્યારે આ તમામ આંદોલનો નો અંત પણ આવ્યો છે જ્યારે થોડા સમય પહેલા સમગ્ર ગુજરાત માં ભરવાડ અને માલધારી સમાજ દ્વારા પણ તમામ પક્ષ ને ઉદેશી ને બેનર લગાડ્યા હતા જેમાં પોતાના વિસ્તાર માં મત ન માગવા માટે ચૂસન કરવામાં આવ્યું હતું પરંતુ હાલ ચૂંટણી નજીક આવી ગઈ છે અને તમામ પક્ષ દ્વારા પોતાના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે ત્યારે જો વાત કરીએ તો ભાજપ પક્ષ ના ઉમેદવાર તરીકે ભગવાનજી ભાઈ કરગઠિયા ને જાહેર કરવામાં આવ્યા છે જ્યારે કૉંગ્રેશ પક્ષ માં બાબુભાઇ વાજા માળીયા માંગરોળ ના ચાલુ ધારસભ્ય ને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે આમ આદમી પાર્ટી માં યુવા ઉમેદવાર પિયુષ પરમાર ને મેદાને ઉતારવામાં આવ્યા છે ત્યારે હાલ માળીયા હાટીના તાલુકા ના જંગર ગીર ગામ ના લોકો દ્વારા ગામ લોકો ને વર્ષો થી પડતી સમસ્યા ને લઈ ને નિરાકરણ નહીં આવતા સમગ્ર ગામ લોકો દ્વારા ચૂંટણી નો બહિષ્કાર કરવામાં આવ્યો છે ગામ લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ખાસ તો અમારી પાણી ની સમસ્યા છે હાલ અમારા વિસ્તાર માં પાણી ખતમ થઈ ગયું છે જેથી અમે લોકો શિયાળુ પિયત લઈ શકતા નથી તેમજ ઉનાળા દરમિયાન પાણી ની ગંભીર સમસ્યા સર્જાય છે જ્યારે આ બાબતે અમારી અનેક વખત રજુવાત હોવા છતાં પણ કોઈ પણ જાત નું ધ્યાન આપવામાં નથી આવ્યું ત્યારે આજે હમે સમગ્ર ગામ લોકો ચૂંટણી નો બહિષ્કાર કરી રહિયા છે

હાલ તો લોકોને પડતી સમસ્યા નું રાજકીય પાર્ટીઓ દ્વારા ધ્યાન આપવામા ન આવતું હોવાની સામે આવી રહિયું છે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે તમામ પક્ષ પોતાના જંડા લઈ અને વાયદા અને વચનો સાથે માર્કેટ માં જોવા મળતા હોય છે જ્યારે હાલ ગામડા ની પ્રજા જાગૃત થઈ છે અને પોતાનો આવાજ ઉઠાવી રહી છે પરંતુ પ્રજા ના પ્રશ્નો નું નિરાકરણ ક્યારે આવશે તે એક મોટો પ્રશ્ન બની ગયો છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]