એક લાખ વૃક્ષ વાવવા ના લક્ષ્ય સાથે ઉત્તરપ્રદેશ થી એક વર્ષ થી સાયકલ લઇ નીકળેલ યુવાન ડભોઇ પોહોચ્યો ! - At This Time

એક લાખ વૃક્ષ વાવવા ના લક્ષ્ય સાથે ઉત્તરપ્રદેશ થી એક વર્ષ થી સાયકલ લઇ નીકળેલ યુવાન ડભોઇ પોહોચ્યો !


લઉત્તરપ્રદેશ થી એક વર્ષ પહેલાં સાયકલ લઈ ભારત યાત્રા પર નીકળેલો યુવાન સમગ્ર ભારત માં ભ્રમણ કરી આજરોજ વડોદરા જિલ્લા ના ડભોઇ ખાતે આવી પહોંચ્યો હતો . 21 વર્ષ નો યુવાન પ્રદીપ કુમાર 1 લાખ વૃક્ષો રોપવા ના હેતુ થી સાયકલ લઈ ભારત યાત્રા પર નીકળેલ છે . આ યુવાન દ્વારા અત્યાર સુધી 23 હજાર જેટલા ઝાડ રોપવામાં આવ્યા છે તેમજ આવનારા દિવસો માં કુલ 1 લાખ ઝાડ રોપવાનું લક્ષ્ય છે . આ યુવાન વગર પૈસે યાત્રા પર નીકળેલ છે જેથી આ યુવાન જે કોઈ પણ રાજ્ય માં જાય છે ત્યાં હોટલો વાળા તેના સાહસ ને બિરદાવી નિઃશુલક બે ટાઈમ જમાળે છે તેમજ પર્યાવરણ પ્રેમીઓ તેને ડોનેશન આપે છે જે પૈસા થી તે નર્સરી માં થી છોડ ની ખરીદી કરી પોતાનું લક્ષ્ય પૂરું કરવા મહેનત કરે છે . એક વર્ષ પહેલાં ભારત યાત્રા પર નીકળેલ યુવાન અત્યાર સુધી 13 જેટલા રાજ્યો માં ભ્રમણ કરી ચુક્યો છે તેમજ 2024 સુધી તેની યાત્રા સમાનપ થાય તેવુ સાહસિક યુવાન દ્વારા જણાવવા માં આવ્યું હતું . સાથે જ દરેક વ્યક્તિ જીવન માં એક થી બે વૃક્ષ વાવે જેથી દેશ માં હરિયાલી આવે તેમજ પર્યાવરણ પ્રદૂષણ મુક્ત થાય તેવો સંદેશો આપતા દરેક ને વૃક્ષ વાવવા સંદેશો આપ્યો હતો .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.