ધંધુકાની નગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની આકરી ઉઘરાણી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/eptoeoprqfo80jfa/" left="-10"]

ધંધુકાની નગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની આકરી ઉઘરાણી


અમદાવાદ જીલ્લા ના ધંધુકાની નગરપાલિકા દ્વારાવેરા વસૂલાતની આકરી ઉઘરાણી

અમદાવાદ જીલ્લા ના ધંધુકાની નગરપાલિકા દ્વારા બાકી વેરા વસૂલાત માટે આકરી બની છે અને એક મિલ્કત સીલ કરી અન્ય પાંચ મિલ્ કતના નળ કનેકશન કાપી નાખવામાં આવ્યા છે. એક મિલ્કતને સીલ માર્યું અને અન્ય પાંચના નળ કને કશન કાપી નખાયા.

ધંધુકા નગરપાલિકાના ચિફ ઓફીસરની સુચનાથી વેરા વસૂલાતની કામગીરીએ જોર પકડયું છે. ધંધુકા નગરપાલિકાનો કરોડો રૂપિયાનો ટેક્ષ નાગરિકોએ ભર્યો નહીં હોવાના અહેવાલો મળ્યા છે. ઘણા બાકીદારો વર્ષોથી ટેક્ષ ભરપાઈ કરતા નથી. નાગરિકો હક માંગે પણ ફરજ બજાવતા નથી. મુખ્ય અધિકારી દ્વારા કર્મચારીઓ અને વેરા વસૂલાત શાખાને આપેલ કડક કાર્યવાહી કરવાની સુચનાના પગલે વેરા વસૂલાત ડોર ટુ ડોર જઈ કરવાની શરૂ કરાઈ છે. સુધરાઈના કર્મચારીઓ દ્વારા એક મિલ્કતને સીલ કરવામાં આવી છે. ઉપરાંત પાંચ મિલ્કતના નળ કનેકશન કાપવામાં આવ્યા હોવાના આધારભૂત અહેવાલો મળ્યા છે. સુધરાઈ દ્વારા ૫૦ મોટી રકમના બાકીદારોને નોટિસ ફટકારી છે જે પૈકી ૧૦ બાકીદારોને અંતિમ ચિમકી અપાઈ છે. કર્મચારીઓએ બાકીદારોના વિસ્તારોમાં ફરી રૂા.૧ લાખ ૪૪ હજાર ૧૦૦નો વેરો સ્થળ ઉપર વસૂલ કર્યો હોવાના અહેવાલો મળ્યા છે.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]