હિંમતનગર બ્રહ્મ સમાજનું ગૌરવ......... હિંમતનગરના ડો.નિમિષાબેન ગોર અને - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tpb6dtvmkbrrsvmb/" left="-10"]

હિંમતનગર બ્રહ્મ સમાજનું ગૌરવ……… હિંમતનગરના ડો.નિમિષાબેન ગોર અને


હિંમતનગર બ્રહ્મ સમાજનું ગૌરવ.........
હિંમતનગરના ડો.નિમિષાબેન ગોર અને ડો.વિજયભાઈ ગોરની સુપુત્રી સલોની ગોર જી એમ ઈ આર એસ મેડિકલ કોલેજ, ગાંધીનગરમાં ફાઇનલ યર માં અભ્યાસ કરે છે. તેને સતત ચાર વર્ષ ડીસ્ટીગશન માર્ક મેળવી સમગ્ર કોલેજમાં પ્રથમ રેન્ક મેળવીને બ્રહ્મ સમાજ અને સાબરકાંઠાનું પણ ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ સલોનીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. સલોની ગોરના મોટાભાઈ ડો. ચારુદત ગોર પણ એમ ડી (મેડિસિન) થયેલા છે. તે હિંમતનગરની પ્લુટો હોસ્પિટલમાં સેવા આપે છે. સલોનીના ભાભી ડો.વલ્લરી ગોર પણ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, વડોદરામાં પેથોલોજીમાં એમ ડી કરી રહ્યા છે. બંને ભાઈ બેન શ્રી હિંમત હાઈસ્કૂલ, હિંમતનગરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. તેમને શાળા પરિવાર વતીથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]