સુરતના પી.આઈ ના સમર્થનમાં ચુડાના ગ્રામજનોએ જિલ્લા પોલીસ વડાને આવેદન આપ્યું. - At This Time

સુરતના પી.આઈ ના સમર્થનમાં ચુડાના ગ્રામજનોએ જિલ્લા પોલીસ વડાને આવેદન આપ્યું.


તા.09/10/2022/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસ મથકે પીઆઈ યશપાલસિંહ ગોહિલ સામે દાખલ થયેલી ફરિયાદના વિરોધમાં ચુડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોના અનેક લોકો જિલ્લા પોલીસ વડાની કચેરીએ દોડી આવ્યા હતા. પોલીસ અધિક્ષક હરેશ દૂધાતને આવેદન આપી જણાવ્યું હતું કે ચુડા પોલીસ મથકે ફરજ બજાવી ચૂકેલા યશપાલસિંહ પ્રતિષ્ઠાવાન, કર્તવ્યનિષ્ઠ અને પ્રતિભાશાળી વ્યક્તિ છે. અમુક અસામાજિક તત્વો દ્વારા ભ્રામક વાતો ફેલાવી તેમની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ફરિયાદી મહિલા અને યશપાલસિંહે મરજીથી અંગત પળોના ફોટા પાડ્યા હતા.સગાઈ તૂટી ગયા પછી ફરિયાદી મહિલાએ યશપાલસિંહ સાથે પડાવેલા અંગત પળોના ફોટો ફરતા કરવાની ધમકી આપી હતી. ફોટા ફરતા નહીં કરવા માટે યશપાલસિંહ પાસેથી રૂ.5 લાખ માગ્યા હતા. યશપાલસિંહે તેમના મિત્રના હાથે 5 લાખ અપાવ્યા હતા. ત્યારબાદ ફરિયાદી મહિલાના પુરુષ મિત્રએ યશપાલસિંહ ગોહિલન ફોન કરીને તેમના અંગતપળોના ફોટા ફરતા કરવાની ધમકી આપી 3 લાખ રૂપિયા માગ્યા હતા. યશપાલસિંહે તેમના મિત્રના હાથે ફરિયાદી મહિલાના મિત્રને 3 લાખ રૂપિયા અપાવ્યા હતા. હનીટ્રપ કરી યશપાલસિંહ ગોહિલને ફસાવનાર મહિલા અને તેના સાથી મિત્ર વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તેવી ચુડાના ગ્રામજનોએ માગ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.