ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાનાં સમસ્ત અડવી દ્વારા ભીડભજન મહાદેવનાં મંદિરે મહાકાળીનાં મંદિરનાં લાભાર્થે ભવ્ય લોક ડાયરો - At This Time

ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાનાં સમસ્ત અડવી દ્વારા ભીડભજન મહાદેવનાં મંદિરે મહાકાળીનાં મંદિરનાં લાભાર્થે ભવ્ય લોક ડાયરો


તા:10 ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાનાં અડવી ગામે આજે ઘણા સમયથી મંદિરનું બાંધકામ શરૂ હતું આજે આ મંદિરનું કામ પૂર્ણ થતાની સાથે જેમાં પૂર્વ શિવલંગની સ્થાપના કરેલ હતી જેમનાં અનુસંધાને આજે મહાકાળી મંદિરનાં લાભાર્થે ભવ્ય લોક ડાયર નું અડવી સમસ્ત ગામ દરેક સમાજનાં લોકો દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલાકારોએ ભીડ ભજન મહાદેવનાં ભજનોને લલકાર આપીને ભજનોની વણઝાર બોલાવી હતી જેમાં અનેક આઞેવાનો યુવાનો વડીલો માતા બહેનોની પણ હાજરી જોવા મળી હતી

ત્યારબાદ આ મંદિરનું કામ ઘણા વર્ષોથી શરૂ હતું આ મંદિરનું કામ પૂર્ણ થતાંની સાથે મહાકાળી મંદિરનાં લાભાર્થે સમસ્ત ગામ દ્વારા એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં જે પણ કાંઈ રકમ દાતા તરીકે દાન કરવામાં આવશે એ તમામ રકમ મહાકાળી મંદિરનાં લાભાર્થે વાપરવામાં આવશે એવું પણ કલાકારો દ્વારા જાણવા મળ્યું હતું આ મંદિર એક પ્રાચીન મંદિર હોય જેમની શિવલિંગની સ્થાપનાં પણ ઘણા વર્ષો પહેલાં થયેલી હોય ત્યારે આ અડવી ગામની એકતાનું ઉદાહરણ પૂરું કરવા માટે આજે આ મંદિરેએ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નામાંકિત કલાકારોએ શિવનાં ભજનોની રમઝટ બોલાવી હતી આવા ધાર્મિક કાર્યક્રમો કરવાથી ગામની એકતામાં વધારો થાય અને આપણી સંસ્કૃતિ જળવાઈ રહે એ માટે એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું

પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon