નેશનલ હેરાલ્ડની ઓફિસ સહિત ઇડીના દિલ્હી સહિત 12 સ્થળે દરોડા - At This Time

નેશનલ હેરાલ્ડની ઓફિસ સહિત ઇડીના દિલ્હી સહિત 12 સ્થળે દરોડા


- સોનિયા ગાંધી અને રાહુલની પૂછપરછ બાદ વધુ એક કાર્યવાહી- કોંગ્રેસના નેતાઓના જવાબોના આધારે વધુ પુરાવા એકઠા કરવાની ઇડીની કવાયત : દરોડાના વિરોધમાં દિલ્હીમાં કોંગ્રેસના ધરણાનવી દિલ્હી : નેશનલ હેરાલ્ડ કેસમાં ઇડી દ્વારા મંગળવારે સમાચારપત્રની દિલ્હી સ્થિત ઓફિસ સહિત ૧૨ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહેલી ઇડી અગાઉ આ મામલે કોંગ્રેસના નેતાઓની પૂછપરછ કરી ચુકી છે.  કોંગ્રેસની માલિકીના આ સમાચારપત્રમાં નાણાકીય ગેરરીતી આચરવામાં આવી હોવાના આરોપો છે. જે મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્યોની પૂછપરછ થઇ ચુકી છે. હવે ઇડી દ્વારા આ સમાચારપત્ર સાથે જોડાયેલા આશરે ૧૨ સ્થળોએ દરોડા પાડીને વધુ પુરાવા એકઠા કરવાના પ્રયાસ થયા હતા. હાલમાં જે પણ લોકોની પૂછપરછ થઇ તેમાં કોંગ્રેસના નેતાઓએ જે જવાબો આપ્યા તેના આધારે હવે ઇડી દ્વારા વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો હતો કે આ સમાચારપત્રના ફંડનો દુરુપયોગ નથી કરવામાં આવ્યો કે કોઇ જ વ્યક્તિગત સંપત્તિની ખરીદી પણ આ ફંડથી નથી કરવામાં આવી, જ્યારે ઇડીનો દાવો છે કે ફંડનો દુરુપયોગ થયાની શક્યતાઓ છે અને જેથી આ મામલો મની લોન્ડરિંગ કાયદા હેઠળ આવે છે. જોકે આ દરોડા દરમિયાન શું પ્રાપ્ત થયું તેની કોઇ જ સ્પષ્ટતા નથી કરવામાં આવી.  દરમિયાનમાં કોંગ્રેસના ફંડથી ચાલતા સમાચારપત્ર નેશનલ હેરાલ્ડની દિલ્હી સ્થિત ઓફિસ સહિત ૧૨ સ્થળોએ ઇડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેના વિરોધમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા દિલ્હીમાં ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું હતું કે આઝાદી બાદ પ્રથમ વખત સરકાર આટલી નિમ્ન સ્તરે ગઇ છે. મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓથી લોકોનું ધ્યાન ભટકાવવા આ પ્રકારના દરોડા પાડવામાં આવી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ આ પ્રકારના દરોડા પડાવીને વિપક્ષનો અવાજ દબાવવા માગે છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.