દેશમાં ૮૦ ટકા વસતી આર્સેનિક, સીસાંવાળું ઝેરી પાણી પી રહી છે - At This Time

દેશમાં ૮૦ ટકા વસતી આર્સેનિક, સીસાંવાળું ઝેરી પાણી પી રહી છે


નવી દિલ્હી, તા.૨દેશભરમાં પીવા માટે વપરાતા ગ્રાઉન્ડ પાણીની ગુણવત્તા સતત ખરાબ થઈ રહી છે. સરકારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે દેશના તમામ રાજ્યોમાં ગ્રાઉન્ડ વોટરમાં આર્સેનલ, આયરન, યુરેનિયમ જેવી ઝેરી ધાતુઓની માત્રા નિશ્ચિત પ્રમાણ કરતાં ઘણી વધુ છે. દેશના ૨૦૯ જિલ્લામાં ગ્રાઉન્ડ વોટરમાં આર્સેનિક (સોમલ) મળી આવ્યું છે જ્યારે ૪૯૧ જિલ્લાઓમાં લોહની માત્રા ઘણી વધુ છે. આ ઉપરાંત ગ્રાઉન્ડ વોટરમાં ક્રોનિયમ, ક્રેડેનીયમ અને સીસા તથા યુરેનિયમ જેવા ઝેરી તત્વો પણ વધુ પ્રમાણમાં મળી આવ્યા છે.માણસ માટે જીવતા રહેવા પાણી પીવું અનિવાર્ય છે. શરીરમાં ૬૬% પાણી હોય છે. આપણા મગજમાં ૭૫%, હાડકામાં ૨૫ ટકા અને લોહીમાં ૮૩% પાણી હોય છે. એક આકલન મુજબ એક વ્યકિત પોતાના જીવન દરમિયાન આશરે ૭૫ હજાર લીટર પાણી પીવે છે. કોઈ પણ વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે દૈનિક ઓછામાં ઓછુ બે લીટર પાણી પીવું જ જોઈએ. પરંતુ આપણે જે પાણી પી રહ્યા છીએ તે આપણને સ્વસ્થ રાખવાના બદલે બીમાર કરી શકે છે.આપણે જે પાણી પીએ છીએ તે ઝેર બની ગયું છે. આ હકીકત સરકારે પોતે જ સંસદમાં પણ સ્વીકારી છે. રાજ્યસભામાં કેન્દ્ર સરકારે ગ્રાઉન્ડ વોટર અંગે આપેલા આંકડા માત્ર ચોંકાવનારા જ નહીં, ડરાવમણા પણ છે. દેશના મોટા ભાગના જિલ્લાઓ એવા છે જયાં ગ્રાઉન્ડ વોટરમાં ઝેરી ધાતુઓની માત્રા નિશ્ચિત પ્રમાણ કરતાં વધુ હોવાનું જોવા મળ્યું છે.સરકારે રાજ્ય સરકારમાં જણાવ્યા મુજબ ૨૫ રાજ્યોના ૨૦૯ જિલ્લાઓમાં ગ્રાઉન્ડ વોટરમાં આર્સેનિક નામના ઝેરી તત્વનું પ્રમાણ પ્રતિ લીટર ૦.૦૧ કરતાં વધુ છે. ૨૯ રાજ્યોના ૪૯૧ જિલ્લાના કેટલાક ભાગોમાં ગ્રાઉન્ડ વોટરમાં આયરનનું પ્રમાણ પ્રતિ લીટર ૧ મિલિગ્રામથી વધુ છે. એ જ રીતે ૨૧ રાજ્યોના ૧૭૬ જિલ્લા તેવા છે જયાં સીસાનું પ્રમાણ પ્રતિ લીટર ૦.૦૧ મિલિગ્રામથી વધુ છે. સરકારે ઉમેર્યું કે, ૧૧ રાજ્યોના ૨૯ જિલ્લામાં કેડનીયમની માત્રા પ્રતિ લીટર ૦.૦૦૩ મી.ગ્રા.થી વધુ છે. ૧૬ રાજ્યોના ૬૨ જિલ્લાઓમાં ગ્રાઉન્ડ વોટરમાં ક્રોમિયમની માત્રા પ્રતિ લીટર ૦.૦૫ મી.ગ્રા.થી વધુ મળી છે. જ્યારે ૧૮ રાજ્યોમાં ૧૫૨ જિલ્લા તેવા છે કે જેના કેટલાક ભાગોમાં ગ્રાઉન્ડ વોટરમાં યુરેનિયમનું પ્રમાણ પ્રતિ લીટર ૦.૦૩ મિ.ગ્રા.થી વધુ મળી આવ્યું છે.જળ શક્તિ મંત્રાલયના એક દસ્તાવેજ મુજબ દેશની ૮૦ ટકાથી વધુ વસતીને પાણી ગ્રાઉન્ડ વોટરથી મળે છે. આથી, ગ્રાઉન્ડ વોટરમાં ખતરનાક ધાતુઓનું પ્રમાણ નિશ્ચિત માપદંડથી વધુ હોવાનો અર્થ છે કે પાણી 'ઝેર' બની રહ્યું છે. સરકારે રાજ્યમાં સભામાં પાણીના સ્રોત પ્રદૂષિત થઈ ગયા હોય તેવા રહેણાંક વિસ્તારોના આંકડા પણ આપ્યા છે. આ રિપોર્ટ મુજબ ૬૭૧ વિસ્તારો ફ્લોરાઈડ, ૮૧૪ આર્સેનિક, ૧૪,૦૭૯ વિસ્તાર આયરન, ૯૯૩૦ વિસ્તાર ક્ષાર, ૫૧૭ વિસ્તાર નાઈટ્રેટ અને ૧૧૧ વિસ્તાર ભારે ધાતુથી પ્રભાવિત છે.દેશમાં શહેરો કરતા ગામડાઓમાં સ્થિતિ વધુ ગંભીર છે. કારણ કે ભારતની અડધાથી વધુ વસતી ગામડામાં રહે છે. અહીં પાણી પીવાનો મુખ્ય સ્રોત હેન્ડ પમ્પ, કુવો અથવા નદી, તળાવ હોય છે. વધુમાં આ પ્રદૂષિત પાણી સાફ કરવા માટે ગામડામાં કોઈ પદ્ધતિ હોતી નથી. તેથી ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ઝેરી પાણી પીવા મજબૂર છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.